Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

મુખ્યમંત્રી વિજયભાઈ દિલ્હીમાં :મારુતિ-સુઝુકીના એમડી સાથે બેઠક કરી

દિલ્હીમાં રૂપાણીએ ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો

નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીએ વાયબ્રન્ટ સમિટ 2019ની પૂર્વ તૈયારી રુપે નવી દિલ્હી ખાતે ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો છે. વન ટુ વન બેઠક શૃંખલામાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર કેનિચી અયુકાવાએ ગુજરાતમાં મારુતિ મોટર્સના નવા પ્લાન્ટ નાકાર્યારંભ અંગે પરામર્શ કર્યો હતો.

 

  તેમણે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતિ સુઝુકી આઇ.ટી.આઇમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું છે તેની પણ ચર્ચા કરી હતી. મારુતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા ફેઝના પ્લાન્ટની ઉત્પાદન કેપેસિટી બમણી એટલે કે 7.5 લાખ થી 15 લાખ કારની કરશે તે અંગે તેમણે મુખ્યપ્રધાન સાથે ચર્ચાઓ કરી હતી.

(1:02 pm IST)