Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

નૈતિકતાના મૂલ્યો યોગ્ય રીતે ભણાવતી શાળાઓની નજીકમાં આલ્કોહોલ વેચતા બાર હોય તો પણ તેની ચિંતા કરવાની જરૂર નથી : આદિવાસી હોસ્ટેલ અને સ્કૂલ નજીક આલ્કોહોલ વેચતા બારને આપવામાં આવેલી મંજુરીમાં હસ્તક્ષેપ કરવાનો બોમ્બે હાઇકોર્ટનો ઇન્કાર

મુંબઈ : આદિવાસી વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ અને  શાળાની નજીકના વિસ્તારમાં આલ્કોહોલ વેચતા રેસ્ટોરન્ટને આપવામાં આવેલા લાયસન્સને  પડકારતી અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે બાળકોમાં યોગ્ય મૂલ્યોનો વિકાસ કરતી શાળાઓએ નજીકના બારની ચિંતા કરવાની જરૂર નથી .સિંગલ જજની બેન્ચ જસ્ટિસ જી.એસ.કુલકર્ણીએ, તેથી, શાળા નજીક રેસ્ટોરન્ટને આપવામાં આવેલા દારૂના લાયસન્સમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.

કોર્ટે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા અરજદારોએ એવો અભિપ્રાય ન બાંધવો જોઈએ કે તેમની સંસ્થા દ્વારા આપવામાં આવતું શિક્ષણ "એટલું બધું નબળું છે કે વિદ્યાર્થીઓ નજીકમાં દારૂ પીરસતી રેસ્ટોરન્ટથી સરળતાથી પ્રભાવિત થઈ જાય".
આ આદેશ એક દેવરામ મુંડે અને અન્ય બે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પસાર કરવામાં આવ્યો હતો, જે મુજબ  રાજ્યના એક્સાઇઝ વિભાગના આદેશને પડકારવામાં આવ્યો હતો. જેમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે અરજદારો દ્વારા સંચાલિત શાળા નજીક આવેલી રેસ્ટોરન્ટ હોટેલ મૂનલાઇટને દારૂનું લાયસન્સ આપવામાં આવ્યું હતું.

અપીલ પર, સ્ટેટ એક્સાઇઝ કમિશનરે નોંધ્યું હતું કે રેસ્ટોરન્ટ શાળાથી 75 મીટર વૈધાનિક અંતરની બહાર છે. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે હોટેલ આનંદ નામની અન્ય રેસ્ટોરન્ટ છે, જે સમાન દારૂનું લાયસન્સ ધરાવે છે અને સંસ્થાના મુખ્ય પ્રવેશદ્વારથી 375 મીટર દૂર આવેલી છે, અને શાળાએ અત્યાર સુધી આ અંગે વાંધો ઉઠાવ્યો નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:03 pm IST)