Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કંધારની શિયા મસ્જિદમાં ૩ સિરીયલ બોમ્બ બ્લાસ્ટઃ ૩૨ના મોત

શુક્રવારની નમાજ માટે લોકો એકઠા થયા હતા, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક પછી એક ત્રણ ધમાકા થયા

કાબુલ,તા.૧૬:અફઘાનિસ્તાનના કંધારની ઇમામ બારગાહ મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. અફઘાન મીડિયા ટોલો ન્યૂઝના મતે બ્લાસ્ટમાં અત્યાર સુધી ૩૨ લોકોના મોત થયાના સમાચાર છે. જયારે ૪૫ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ એક શિયા મસ્જિદ હતી. જેમાં શુક્રવારની નમાજ માટે લોકો એકઠા થયા હતા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે એક પછી એક ત્રણ ધમાકા થયા હતા.

ગૃહ મંત્રાલયના પ્રવકતા સઇદ કોસ્તીએ જણાવ્યું કે ડઝન લોકો આ બ્લાસ્ટમાં માર્યા જવાની અને ઇજાગ્રસ્ત થવાની સૂચના મળી છે. તાલિબાનની સ્પેશ્યલ ફોર્સેસ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે. તપાસ કરી રહ્યા છે કે આખરે આ કેવી રીતનો બ્લાસ્ટ છે.

ઇસ્લામિક સ્ટેટ સમૂહના આતંકવાદીઓનો અફદ્યાનિસ્તાનના શિયા મુસ્લિમ અલ્પસંખ્યકો પર હુમલો કરવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. જે લોકોને નિશાન બનાવ્યા છે તે હજારા સમુદાયથી છે. જે સુન્ની બહુલ દેશમાં લાંબા સમયથી ભેદભાવનો શિકાર બનતા રહ્યા છે.

ગત શુક્રવારે ઉત્ત્।રી અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં શકિતશાળી બોમ્બ બ્લાસ્ટમાં ૧૦૦ લોકોના મોત થયા છે. સ્થાનિક હોસ્પિટલના ડોકટર્સે જણાવ્યું કે અમારે ત્યાં ૩૫ લાશ અને ૫૦દ્મક વધારે ઇજાગ્રસ્ત લોકો આવ્યા છે. જયારે ડોકટર્સ વિદાઉટ બોડર્સની એક હોસ્પિટલમાં લગભગ ૧૫ લાશ પહોંચી છે. શુક્રવારની સાપ્તાહિક નમાજ દરમિયાન કુંદુજ પ્રાંતની એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે જયારે નમાજ કરી રહ્યા હતા ત્યારે તેમણે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.

તમને જણાવી દઈએ કે તાલિબાનના અફઘાનિસ્તાન પર કબજા પછી દેશમાં આઈએસઆઈએસ-ખુરાસાન (ISIS-K)સક્રિય થઇ ગયું છે. તાલિબાનને નિશાન બનાવી હુમલા વધારી દીધા છે. ઇસ્લામિક સ્ટેટનું ખુરાસાન શાખા પર પ્રભુત્વ અફઘાનિસ્તાનના પૂર્વી પ્રાંત નંગરહારમાં છે. તે તાલિબાનને પોતાનો દુશ્મન માને છે. તેણે આ પહેલા તાલિબાન પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. જેમાં જલાલાબાદમાં તાલિબાન લડાકોની ગાડી પર હુમલો પણ સામેલ છે. 

(10:00 am IST)