Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઉત્તરાખંડ હાઇકોર્ટના જજમેન્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સુબ્રમણિયમ સ્વામીની પિટિશન : ચારધામ સહીત 51 ધાર્મિક સંસ્થાનોના બોર્ડ ઉપર સ્ટેટ ગવર્મેન્ટનું નિયંત્રણ શ્રદ્ધાળુઓના અધિકાર ઉપર તરાપ સમાન

ન્યુદિલ્હી : 21 જુલાઈના રોજ ઉત્તરાખંડ હાઇકોર્ટે ચારધામ દેવસ્થાનં મેનેજમેન્ટ એક્ટ 2019 ને માન્ય રાખતો ચુકાદો આપ્યો છે.જેની સામે પીપલ ફોર ધર્મ એન્ડ ઈન્ડિકેટ તેમજ બીજેપી લીડર સ્વામી સુબ્રમણિયમ સ્વામીએ  સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવાયા મુજબ આ બાબત ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓના અધિકાર ઉપર તરાપ સમાન છે.

ચારધામ તથા અન્ય ધાર્મિક સંસ્થાનોના બોર્ડ પાસેથી લેવી અને શેષ ઉઘરાવવાની સત્તા  સરકારે નિયુક્ત કરેલા અધિકારીઓને આપવામાં આવી છે.જે યાત્રિકોની શ્રદ્ધાના ભંગ સમાન છે.હાઇકોર્ટ દ્વારા સમર્થન કરાયેલા એક્ટ 2019 મુજબ હિન્દૂ મંદિરોનું મેનેજમેન્ટ બોર્ડને સોંપવાની સૂચના છે.જેમાં રાજ્ય સરકારે નક્કી કરેલા ચેરમેન અને સભ્યો છે.
વિશેષમાં જણાવાયા મુજબ હાઇકોર્ટએ માન્ય કરેલ એક્ટ 2019 કલમ 14,15,26,તથા 31એ ના ભંગ સમાન છે.નામદાર કોર્ટએ એક્ટ 2019  ને સમર્થન આપતા પહેલા ધાર્મિક આગેવાનો સાથે ચર્ચા કરવાની જરૂર હતી.જોકે હાઇકોર્ટએ આ બાબતનું ખંડન કર્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)