Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

દેશનો વિદેશી હુંડિયામણ ભંડાર 551.505 અરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યો : ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

નવી દિલ્હી : દેશના વિદેશી હુંડિયામણ ભંડારમાં 9 ઓક્ટોબરે પૂર્ણ થતા અઠવાડિયા સુધીમાં 5.867 અરબ ડોલરનો વધારો થયો છે અને આ સાથે જ દેશનો વિદેશ હુંડિયામણ ભંડાર 551.505 અરબ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું.

RBI તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે આ કહેવામાં આવ્યું છે. જ્યારે બે ઓક્ટોબરે પૂર્ણ થતાં અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વ 3.618 અરબ ડોલરના વધારે સાથે 545.638 અરબ ડોલરના સ્તરે પહોંચ્યો હતો.

RBIના આંકડાઓ પ્રમાણે 09 ઓક્ટોબરે પૂર્ણ થતાં અઠવાડિયામાં ફોરેન કરન્સી એસેટ્સમાં સારો એવો વધારાના કારણે વિદેશ હુંડિયામણમાં આ નોંધાપાત્ર વધારો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન FCA 5.737 અરબ ડોલરના વધારા સાથે 508.783ના સ્તરે પહોંચી ગયો.હતો

 

ફોરેન કરન્સી એસેટ્સમાં વિદેશી હૂંડિયામણમાં જમા યૂરો, પાઉન્ડ અને યેન જેવી બિન અમેરીકન કરન્સીમાં ભાવ તેજી કે અવમુલ્યનના પ્રભાવને સામેલ કરવામાં આવે છે. FCAને ડોલરના ટર્મમાં દર્શાવવામાં આવે છે.

RBIના આંકડાઓ પ્રમાણે મુલ્યાંકન અઠવાડિયામાં સોનાનો ભંડાર 11.3 કરોડ ડોલરના વધારા સાથે 36.598 અરબ ડોલર પર પહોંચી ગયો.

આ હાલના આંકડાઓ અનુસાર 9 ઓક્ટોબરે પૂર્ણ થતા અઠવાડિયામાં IMFથી દેશનો વિશેષ એક્સપોર્ટ અધિકાર 40 લાખ ડોલરના વધારા સાથે 1.480 અરબ ડોલર પર પહોંચી ગયો. આ સાથે જ IMFમાં દેશના રિઝર્વ 1.30 કરોડ ડોલરના વધારા સાથે 4.644 અરબ ડોલર પર પહોંચી ગયું.

(8:20 pm IST)