Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

શૌર્ય ચક્રથી સન્માનિત બલવિંદર સિંહ સંધૂની પંજાબનાં તરણતારણમાં ગોળી મારીને હત્યા

રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે SIT ની રચના કરી : પોલીસની ચાર ટીમો દ્વારા આતંકીઓની શોધખોળ

પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદનો સફાયો કરવામાં મહત્વનું યોગદાન આપનારા અને 1993માં શૌર્ય ચક્રથી સન્માનિત બલવિંદર સિંહ સંધૂની પંજાબનાં તરણતારણ જિલ્લામાં આતંકવાદીઓએ ગોળીમારને હત્યા કરી છે. રાજ્યની કેપ્ટન અમરિંદર સિંહની સરકારે કેટલાક સમય પહેલા જ તેમની સુરક્ષા પાંછી ખેંચી હતી.

હવે રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે એક એસઆઇટીની રચના કરી છે, ફિરોઝપુરનાં ડીઆઇજીની અધ્યક્ષતામાં આ એસઆઇટી તપાસ કરશે, આતંકીઓને પકડવા માટે પોલીસની ચાર ટીમોની પણ રચના કરવામાં આવી છે.

62 વર્ષિય સંધૂ પર તે સમયે હુમલો કરવામાં આવ્યો જ્યારે તે તેમના ગામ ભીખીવિંડમાં આવેલા તેમના ઘરની નજીકની ઓફિસમાં હતા.

આતંકીઓએ તેમનાં ચાર ગોળીઓ ચલાવી હતી, ત્યાર બાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા, સંધૂને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સંધૂ ઘણા વર્ષો સુધી ખાલિસ્તાની આતંકવાદીઓ સામે લડ્યા હોવાથી તે આતંકીઓનાં નિશાન પર હતા અને એક સમયે તેમના પર 11 મહિનામાં સતત 16 જીવલેણ હુમલા થયા હતા, બલવિંદર સિંહ અને તેમનાં ભાઇ રણજીત સિંહ આંતંકવાદી પ્રવૃતીઓનાં કટ્ટર વિરોધી હતા.

તેમના પર સૌપ્રથમ હુમલો 31 જાન્યુઆરી 1990નાં દિવસે હુમલો થયો હતો.જેમનો તેમના પરિવારે સફળતાપુર્વક મુકાબલો કર્યો હતો. જો કે તેમના પરિવાર પર સૌથી ઘાતક હુમલો 30 સપ્ટેમ્બર 1990માં એક સાથે 200 આતંકવાદીઓએ કર્યો હતો, જે પણ નિષ્ફળ રહ્યો હતો.

(8:13 pm IST)