Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ગુજરાતના માછીમારોને 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી : ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 45 થી 65 કી.મી.ની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે : ગુજરાતના દીવ થી ઓખા તથા માંડવીથી જખૌ વચ્ચે આગામી ત્રણ દિવસો દરમિયાન દરિયામાં 2.6 થી 4 મીટર ઊંચા મોજા ઉછળવાની આગાહી

ગાંધીનગર :  ગુજરાતના માછીમારોને 16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.જે મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે  45 થી 65  કી.મી.ની ઝડપે પવન  ફૂંકાઈ શકે છે .તેમજ   2.6 થી 4 મીટર ઊંચા મોજા ઉછળવાની  આગાહી કરાઈ છે.
આગાહીમાં જણાવાયા મુજબ 16 થી 17 ઓક્ટોબર દરમિયાન સાઉથ ગુજરાતનો દરિયા કાંઠો જોખમી બની શકે છે.આ કાંઠાના માછીમારોને 18 થી 20 ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવો તેવી ચેતવણી આપવામાં આવી નથી.સાથોસાથ ઉત્તર ગુજરાતના દરિયા કાંઠાના માછીમારોને 16  થી 20 ઓક્ટોબર દરમિયાન દરિયો ન ખેડવો તેવી ચેતવણી આપવામાં આવી નથી.
ગુજરાતના દીવ થી ઓખા તથા માંડવીથી જખૌ વચ્ચે આગામી ત્રણ દિવસો દરમિયાન દરિયામાં  2.6 થી 4 મીટર ઊંચા મોજા ઉછળવાની  આગાહી કરવામાં આવી છે.જે 50 થી 160  સે.મી.જેટલા ઊંચા ઉછળી  શકે છે.તેવી ચેતવણી આપવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:11 pm IST)