Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ કોરોનાની ઝપેટમાં: હોમ ક્વૉન્ટાઈન થયા

આઝાદે ટ્વિટ કરીને આપી જાણકારી કહ્યું -મારા સંપર્કમાં દરેક લોકો કોરોના પ્રોટોકોલનું પાલન કરે

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી છે. રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ હોમ ક્વૉન્ટાઈન થઇ ગયા છે. કોરોના સંક્રમિત થતાં તેમણે ટ્વિટના માધ્યમથી અપીલ કરતા કહ્યું કે છેલ્લા અમુક દિવસમાં જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હતા તે કોરોનાના પ્રોટોકોલનું પાલન કરે.

   અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. આઝાદ પહેલા મોતીલાલ વોરા, અહમદ પટેલ, અભિષેક મનુ સિંઘવી, પીએલ પુનિયા, તરુણ ગોગોઈ, આરપીએન સિંહ સહીતના ઘણા બધા નેતા છેલ્લા અમુક દિવસોમાં કોરોના પોઝિટિવ થયા છે.

(5:43 pm IST)