Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

Paytm વાપરનારા માટે ખરાબ સમાચારઃ ચૂકવવો પડશે વધારાનો ચાર્જ

નવી દિલ્હી, તા.૧૬: ગ્રોસરી સ્ટોર્સના સામાનની ખરીદી કરવા, પાણી અને વીજળીનું બિલ ભરવા અને ગેસ સિલેન્ડર બુક કરવા, મોબાઈલ અને ડીટીએસનું રિચાર્જ કરવા અથવા ઓનલાઈન ઓર્ડર માટે તમે પેટીએમ વાપરતા હશો. જો તમે પણ સામાન્ય લેવડદેવડ માટે પેટીએમ વાપરો છો તો તમારા માટે ખરાબ સમાચાર છે. પેટીએમ કરવું આજથી મોંઘુ થઈ ગયું છે.

હકિકતમાં અત્યાર સુધી ક્રેડિટ કાર્ડથી પેટીએમ વોલેટમાં મની લોડ કરવામાં કોઈ એકસ્ટ્રા ચાર્જ આપવો પડચો નહોતો. પરંતુ હવે કંપનીઓના નિયમો બદલાયા છે. વેબ સાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ ૧૫ ઓકટોબર ૨૦૨૦થી કોઈ વ્યકિત પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી મની એડ કરે છે તો ૨ ટકા વધારે ચાર્જ ચુકવવો પડશે. આ ૨ ટકા ચાર્જમાં જીએસટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે જો તમે ક્રેડિટ કાર્ડમાંથી પેટીએમ વોલેટમાં ૧૦૦ રુપિયા એડ કરો છો તો ૧૦૨ પેમેન્ટ કરવાનું રહેશે. પહેલા આ નિયમ ૯ ઓકટોબરથી અમલમાં આવવાનો છે. જોકે ક્રેડિટ કાર્ડથી પેટીએમ મની લોડ કરવા પર કંપની હાલમાં ૧ ટકા કેશબેક આપી રહી છે.

જોકે કોઈ પણ મર્ચટ સાઈટ પર પેટીએમથી પેમેન્ટ કરવા પર કોઈ એકસટ્રા ચાર્જ નહીં આપવો પડે. પેટીએમથી પેટીએમ વોલેટમાં ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ નહીં આપવો પડે. ત્યારે ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગથી પેટીએમ વોલેટમાં મની એડ કરવા પર કોઈ ચાર્જ નહીં લાગે.

આ પહેલા ૧ જાન્યુઆરી ૨૦૨૦ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કોઈ યુઝર્સ કોઈ પણ મહિનામાં ૧૦ હજાર રુપિયા સુધી ક્રેડિટ કાર્ડથી એડ કરતો હતો. તેનો કોઈ એકસટ્રા ચાર્જ આપવો પડતો નહોતો. જો કે તેણે ૧૦ હજારથી વધારે પૈસા એડ કર્યા તો તેને ૨ ટકા ચાર્જ આપવો પડતો હતો. હવે ૧૫ ઓકટોબરથી ક્રેડિટ કાર્ડથી કોઈ પણ રકમ પેટીએમ વોલેટમાં લોડ કરે છે તો ૨ ટકા ચાર્જ આપવો પડશે.

(3:56 pm IST)