Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પુરૂષોતમ ભગવાનને રોકડ નોટોની આંગી

નવી દિલ્હી : પૂરૂષોતમ મહીનાનું આજે સમાપન થઇ રહ્યુ છે. ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં ગંગા માતાની વાડી ખાતે આવેલ પુરૂષોતમ ભગવાનના મંદિરમાં ગુરૂવારે રોકડ નોટોની આંગી કરવામાં આવી હતી. રૂ.૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ નો નોટો મળીને કુલ ૯૩ હજારની નોટો આ આંગી દર્શનમાં ઉપયોગમાં લેવામાં આવી હતી. મંદિરના પુજારીગણ, પાટણ નગરપાલીકાના સફાઇ વિભાગના અધ્યક્ષ ગોપાસિંહ રાજપુત અને અન્ય સેવકો દ્વારા આ આયોજન થયુ હતુ.

(3:55 pm IST)