Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કન્ટેનર ફસાવાથી નિકાસ ૪૦ ટકા મોંઘી

દેશના અનેક દરિયાઇ, હવાઇ દરેક પોર્ટ્સ પર સ્થિતિ વણસી

નવી દિલ્હી તા. ૧૬: વિશ્વભરમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે આર્થિક ગતિવિધિઓ માટે એમ કુશ્કેલી ઉભી થઇ છે. બીજા દેશોમાં કન્ટેનર ફસાવાના લીધે દેશના તમામ પોટ્ર્સ ર નિકાસ માટે જરૂરી કન્ટેનરોનો ભારે ઘટાડો થયો છે તેના લીધે એકસપોર્ટરોને ફકત કન્ટેનર બુકિંગ માટે અંદાજે બેગણું ભાડું આપવું પડી રહ્યું છે. પરંતુ સમયસર ખરીદદારને કન્સાઇનમેન્ટની ડિલીવરી કરવી મુશ્કેલ લાગી રહી છે.

આ સ્થિતિ દેશના અનેક સમુદ્રી, હવાઇ દરેક પોટ્ર્સ બનેલી છે. કારોબારીઓના જણાવ્યા મુજબ પહેલા ચીનથી મોટા પાયે સામાન પર ઇમ્પોર્ટ કરવામાં આવતો હતો. પરંતુ બદલાયેલી સ્થિતિના કારણે તયાંથી સામાન આવી રહ્યો નથી તેના કારણે મોટા પાયે કન્ટેનર ફસાયેલા છે. ચીનમાંથી દેશમાં શિપમેન્ટની ડિલીવરી બાદ ખાલી કન્ટેનરોનો ઉપયોગ નિકાસ માટે કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ચીનમાંથી ફકત જરૂરી ચીજવસ્તુઓની શિપમેન્ટ આવે છે. એવામાં શિપિંગ અને લોજીસ્ટિકસ કંપનીઓને ભારતમાંથી સામાન નિકાસ કરવા માટે ખાસ કરીને ખાલી કન્ટેનર વિદેશોમાંથી મંગાવા પડી રહ્યા છે. આ જ ખર્ચ કંપનીઓ નિકાસમા઼થી વસુલી રહી છે.

(3:56 pm IST)