Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

નવા સર્વેમાં ચોંકાવનારા તારણો

૨૦૨૧માં કોરોના વેકસીન આવ્યા બાદ પણ સ્થિતિ સામાન્ય તો નહિ થાય

વિશ્વની ૮ અબજની વસ્તી સુધી રસી પહોંચાડવાના કામમાં જે ૧૮૧ કંપની જોડાવાની છે તેમાંથી ૫૦ ટકા કહે છે કે તે તૈયાર નથી : મોકલવાનું ઇન્ફ્રાસ્ટ્રકચર નથી

નવી દિલ્હી તા. ૧૬ : જો તમે વિચારો છો કે ૨૦૨૧માં જ્યારે કોરોનાની પ્રથમ વેકસીન બજારમાં ઉપલબ્ધ થશે. ત્યારે સ્થિતિ સામાન્ય થઇ જશે તો તે એક સપનું છે. વિશ્વની આઠ અરબ વસ્તી સુધી રસી પહોંચાડવાના કામમાં જે ૧૮૧ કંપનીઓને લગાડવાની છે. તેમાંથી ૫૦ ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ તેના માટે તૈયાર નથી. આ જાણકારી એક સર્વેના માધ્યમથી સામે આવી કે જે ઇન્ટરનેશનલ એરકાર્ગો એસોસિએશન એન્ડ ફાર્માએ કર્યો.

આ સંગઠને સપ્ટેમ્બરના મધ્યમાં એક પોલિંગ સર્વે કર્યો. સર્વેનું મહત્વ તેથી વધુ છે. કારણ કે સર્વે કર્તા સંગઠનનું કામ વૈશ્વિક ટીકાકરણના સમન્વયન સાથે જોડાયેલો છે. સર્વેમાં જે ૧૮૧ સપ્લાઇ ચેઇન સાથે જોડાયેલી કંપનીને સામેલ કરવામાં આવ્યા છે તે કંપનીઓ રસીના રખરખાવ ઉપકરણ જેવા ડીપ ફ્રીઝ, કન્ટેનર, માલનું વહન, રસી નિર્માતા દેશમાંથી બીજા દેશોમાં હવાઇ અથવા વહાણ સેવા જેવી સેવાઓ સાથે જોડાયેલી છે.

૧૮૧ સપ્લાય કંપનીઓમાંથી ૫૦ ટકાએ કહ્યું કે તેની પાસે પર્યાપ્ત વાહન, કન્ટેનર, કરોડો શીશીઓને ડીપ ફ્રિઝમાં રાખીને બીજા સ્થળો પર લઇ જવા લાયક વીજળી અથવા બેટરી કનેકશન છે. બીજી બાજુ એક - તીમાહી કંપનીઓએ કહ્યું કે તેઓ હજુ સુધી ઉપકરણ એકત્રિત કરવામાં લાગ્યા છે.

વિમાન વેપાર અને લોજીસ્ટિકસ સંગઠનની એમિર પિનેડાનો અંદાજ છે કે કોરોનાની રસી આવી જવા પર અંદાજે ૬૫ હજાર ટન જથ્થાનું હવાઇમાર્ગથી વહનની જરૂર હશે. તે ૨૦૧૯માં હવાઇ જહાજો સાથે વિતરીત કરવામાં આવેલી દરેક પ્રકારની રસીથી ચાર ગણી છે. તેના માટે અંદાજે ૯૩૦ બોઇંગ-૭૪૭ વિમાનોની જરૂરીયાત રહેશે. સૌથી મોટી ચિંતા એ છે કે સપ્લાઇચેનમાં સામેલ એક પણ કંપની જો પૂરી ક્ષમતાથી કામ કરી રહી નથી તો રસીકરણનું સંપુર્ણ કામ પ્રભાવિત થશે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે કોરોનાની વેકસીનને નિર્માતા દેશને હવાઇમાલ વહન દ્વારા ઉપભોકતા દેશો સુધી પહોંચાડવાના કામમાં મહત્વની ભૂમિકા નિભાવતી એરલિફટ કંપનીઓમાંથી માત્ર ૨૮ ટકા કંપનીઓને કહ્યું કે, રસીકરણના કામમાં તૈયાર છે.

(3:52 pm IST)