Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

FAOની ૭૫મી વર્ષગાંઠ પર મોદીએ જાહેર કર્યો ૭૫ રૂપિયાનો સિક્કો

ભારત, કોરોનાના આ સંકટ કાળમાં પણ કુપોષણની વિરુદ્ઘ મજબૂત લડાઈ લડી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૬: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સંયુકત રાષ્ટ્ર ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ની ૭૫મી વર્ષગાંઠના અવસરે શુક્રવારે ૭૫ રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો. સાથો ાત હાલમાં વિકસિત કરવામાં આવેલા પાકોની ૧૭ જૈવ સંવર્ધિત વેરાઇટને પણ રાષ્ટ્રને સમર્પિત કરી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે, ભારતના ખેડૂત, કૃષિ વૈજ્ઞાનિક, આંગણવાડી-આશા કાર્યકર્તા, કુપોષણની વિરુદ્ઘ આંદોલનનો આધાર છે. તેઓએ પોતાના પરિશ્રમથી જયાં ભારતના અન્ન ભંડાર ભરી રાખ્યા છે, બીજી તરફ અંતરિયાળ, ખૂબ જ ગરીબ સુધી પહોંચાડવામાં સરકારની મદદ પણ કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, આ તમામ પ્રયાસોથી ભારત, કોરોનાના આ સંકટ કાળમાં પણ કુપોષણની વિરુદ્ઘ મજબૂત લડાઈ લડી રહ્યું છે. વડાપ્રધાને વર્લ્ડ ફુડ પ્રોગ્રામ (WFO)ને ૨૦૨૦ના નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવાનો ઉલ્લેખ કરતાં તેમાં ભારતના યોગદાનનો ઉલ્લેખ કર્યો. તેઓએ તેમાં ભારતના પ્રશાસનિક સેવા અધિકારી બિનય રંજન સેનની ભૂમિકાથી સૌને અવગત કરાવ્યા. સેને FAOના મહાનિર્દેશક તરીકે ૧૯૫૬થી ૧૯૬૭ સુધી કામ કર્યું હતું. સેનના કાર્યકાળ દરમિયાન જ WFOના સ્થાપના કરવામાં આવી હતી.

GDP ગ્રોથને લઈને રાહુલ ગાંધીએ કહ્યું- પાકિસ્તાન અને અફદ્યાનિસ્તાન પણ આપણાથી સારાવડાપ્રધાને કહ્યું કે, FAOના વડ્ર્ ફુડ પ્રોગ્રામને આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર મળવો પણ એક મોટી ઉપલબ્ધિ છે અને ભારતને ખુશી છે કે તેમાં પણ આપણી ભાગીદારી અને અમારું જોડાણ ઐતિહાસિક રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે કુપોષણનો સામનો કરવા માટે વધુ એક અગત્યની દિશામાં કામ થઈ રહ્યું છે. દેશમાં એવા પાકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં પૌષ્ટિક પદાર્થ- જેમ કે પ્રોટિન, આયરન, ઝિંક વગેરે વધુ હોય છે.

આ કાર્યક્રમ સરકાર દ્વારા કૃષિ અને પોષણ ક્ષેત્રને આપવામાં આવેલા સર્વોચ્ચ પ્રાથમિકતાને સમર્પિત છે અને સાથોસાથ ભૂખ અને કુપોષણની સંપૂર્ણ પણે ખતમ કરવા માટે સરકારના સંકલ્પને દર્શાવે છે. આ કાર્યક્રમમાં દેશભરની આંગણવાડી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જૈવિક તથા બાગાયતી અભિયાન સાથે જોડાયેલા લોકો પણ સામેલ થયા.

(3:51 pm IST)