Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

બોનસની માંગ સાથે દેશભરના રેલકર્મચારીઓ મંગળવારે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવશે

રાજકોટઃ તા.૧૬, રેલ્વેના દેશભરના કર્મચારીઓ આગાામી મંગળવારે બોનસ આપવાની માંગ સાથે કાળીપટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કરશે. છેલ્લા ૪૦ વર્ષથી રેલ્વેના કર્મી.ઓને બોનસ આપવામાં આવે છે આ વર્ષે હજુ સુધી બોનસ જાહેર કરવામાં આવ્યુ ન હોય કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે.દરમિયાન કોરોના સંકટમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવનાર રેલ્વે સ્ટેશન માસ્તરોના નાઇટ એલાઉન્સમાં કાપ મુકવામાં આવતા સ્ટેશન માસ્તરોએ પણ આંદોલન શરૂ કર્યું છે. ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્તર એસોસીએશનના આદેશના પગલે સૌરાષ્ટ્રના ૧૩૦ જેટલા સ્ટેશન  માસ્તરોએ મીણબતી પ્રગટાવી વિરોધ વ્યકત કરી આંદોલનના મંડાણ કર્યા હતા.

(3:51 pm IST)