Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

એકિસસ મ્યુચ્યુલ ફંડ દ્વારા 'શુરુઆત સિપસે' અભિયાનનો પ્રારંભઃ કમાણી વધારવાનું સોલ્યુશન છે

રોકાણકારોને 'સિપ'ના લાભો અને મહત્વ વિશે શિક્ષિત કરવાનો હેતુ

મુંબઇ, તા.૧૬: દેશમાં ઝડપથી ઊભરી રહેલાં મ્યુચ્યુલ ફંડ ગૃહોમાંના એક એકિસસ મ્યુચ્યલ ફંડે 'શુરુઆતસિપસે'નામે નવા ડિજિટલ કેમ્પેઈનની રજૂઆત કરી છે. જેનો ઉદ્દેશ રોકાણકારોને તેમના નાના-મોટા નાણાકિય ધ્યેયો હાંસલ કરવા માટે સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન(સિપ)ના લાભો અને મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે

વર્તમાન મહામારીએ આપણને શિસ્તબદ્ઘ રોકાણનું મહત્વ સમજાવ્યું છે. છેલ્લા છ મહિનામાં રિસ્ક-ટેકિંગ અથવા તો જોખમ લેવાની ક્ષમતામાં જબરદસ્ત પરિવર્તન જોવા મળ્યું છે અને આવી સ્થિતિમાં એસઆઈપી અથવા સિપ્સ પરસેવાની કમાણીને જાળવી રાખવામાં અને વૃદ્ઘિ તરફ લઈ જવા માટેનું એક આદર્શ સોલ્યુશન છે. બહુવિધ લાભો જેવાકે ફ્લેકિસબિલિટી, શિસ્તબધ્ધ અભિગમ, રૂપી કોસ્ટ એવરેજિંગ અને કમ્પાઉન્ડિંગની સંભાવનાને જોતાં સિપ્સે રોકાણકારના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.

એકિસસ મ્યુચ્યુલ ફંડનું નવુ ડિજીટલ કેમ્પેઈન, 'શુરુઆતસિપસે'રોકાણકારોને એવું સમજાવવાનો પ્રયાસ છે કે તેમના જીવનના કોઈપણ તબક્કે સુરક્ષિત પોર્ટફોલિયોએ સૌથી મહત્વની બાબત છે. ડિજીટલ અભિયાન એ બાબત સમજાવવા માગે છે કે વ્યકિત પોતાની કારકિર્દિ સંગીતકાર તરીકે શરૂ કરવા ઈચ્છતી હોય કે તે પોતાના બિઝનેસમાં પ્રવેશમાં માગતી હોય અથવા તો પોતાની સંપત્ત્િ। પેદા કરવાની સફર શરૂ કરવાની ઈચ્છા ધરાવતી હોય, સિસ્ટમેટીક અને શિસ્તબધ્ધ પ્રકારનું રોકાણ અનિવાર્ય બની રહે છે. સીપ મારફતે નિયમિત રોકાણ થકી 'રાઈટ માર્કેટ ટાઈમીંગ'નો ડર દૂર થાય છે એટલું જ નહિ પરંતુ તે રોકાણકારને લાગણીસભર કૃત્યોથી દૂર રાખવામાં સહાયરૂપ બને છે.

રોકાણકારો માટે ઈન્વેસ્ટમેન્ટ સફરને આસાન બનાવવા માટે એકિસસ મ્યુચ્યલ ફંડે તેની મોબાઈલ એપ્લિકેશનમાં દ્યણા નવીન ફિચર્સ ઉમેર્યાં છે. જેમાં કાર્ટમાં મલ્ટીપલ ઈન્વેસ્ટમેન્ટ્સના ઉમેરાથી લઈને ડ્રોપ ઓફના કેસમાં ટ્રાન્ઝેકશન્સને ફરી રિઝયૂમ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમજ ઈઝી સ્વીચિંગ સ્કિમ્સનું ફિચર પણ ઉમેરવામાં આવ્યું છે. જે સાથે માર્કેટમાં ઉપલબ્ધ એપ્સમાં તે સૌથી આધુનિક એપ બની રહે છે. વધુમાં એપના ઉપયોગથી યુપીઆઈ મારફતે પણ ઈન્વેસ્ટમેન્ટ્સ થઈ શકે છે. ઉપરાંત તે નવા ઈન્વેસ્ટમેન્ટ્સ અને ટોપ-અપ્સને સરળતાથી શકય બનાવે છે. તેમજ એકસાથે એનએવી અપડેટ અને એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ સરળતાથી જોઈ શકાય છે.

(3:50 pm IST)