Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પત્રકારો - ટીવી ચેનલો પોલીસના કબ્જામાં રહેલા આરોપીઓની કબુલાતને હેડીંગ બનાવતા પહેલા વિચારે

કેરળ હાઇકોર્ટના ન્યાયધીશની પ્રિન્ટ - ઇલે. મીડિયાને ટકોર : આરોપીની કબુલાત મીડિયામાં લીક થાય કે તેના પર ચર્ચા થાય તો કડક કાર્યવાહી થશે

કોચ્ચિ તા. ૧૬ : મીડિયા જોગ એક સંદેશામાં કેરળ હાઇકોર્ટે પત્રકારોને સલાહ આપી છે કે તેઓ કોઇ આરોપીએ પોલીસ સમક્ષ કરેલી કબુલાતને હેડલાઇન બનાવતા પહેલા સો વખત વિચાર કરે. જસ્ટીસ પી.વી.કુન્હીકૃષ્નને જણાવ્યુ઼ છે કે હું પ્રિન્ટ અને વિઝયુઅલ મીડિયાના પત્રકારો ઉપરાંત ૨૪ કલાક ચાલતી ચેનલોને વિનંતી કરૃં છું કે તેઓ પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીએ કરેલી કબુલાતને બ્રેકીંગ ન્યુઝ કે અખબારનું મથાળુ બનાવતા પહેલા એવીડન્સ એકટની કલમ ૨૪ તથા તેને લગતી બીજી જોગવાઇઓ ખાસ જોઇ લ્યે. તેઓ જોલી જોસેફે કરેલી જામીન અરજીની સુનાવણી કરતા તા જેમના પર ૧૪ વર્ષ પૂર્વે પોતાના ઘરના ૬ સભ્યોની હત્યા કરવાનો આરોપ હતો.

કેરળ હાઇકોર્ટે આજે સખ્ત ચેતવણી આપીને કહ્યું કે જો તપાસ દરમિયાન આરોપીનું કબુલાત અંગેનું નિવેદન મીડિયામાં લીક થાય છે અથવા તેના પર ચર્ચા થાય છે તો તપાસ અધિકારી અને સંબંધિત મીડિયા વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

ન્યાયમૂર્તિ પી.વી.કુન્હીકૃષ્ણનને જામીન અરજી પર આપેલા આદેશમાં કહ્યું કે જો કબુલાત અંગેનું નિવેદન અથવા તપાસ દરમિયાન જેમા અન્ય સામગ્રી પર મીડિયામાં ચર્ચા થાય છે અને સામાન્ય લોકોમાં ઉજાગર થાય છે તો સ્થિતિ ખતરનાક થઇ જશે.

કોર્ટે સાક્ષ્ય અધિનિયમના વિવિધ જોગવાઇને રેખાંકિત કરીને કહ્યું કે કાયદાની નજરમાં કબુલાત અંગેનું નિવેદન સ્વીકાર્ય નથી અને કોર્ટ ફોજદારી ન્યાય પ્રણાલીમાં મુકદર્શક બનીને રહી શકે નહી. ન્યાયમૂર્તિએ કહ્યું કે, તેના પર રોકથામ જરૂરી છે. મારૃં પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયાના સંવાદદાતા અને ૨૪ કલાક ચાલતી ચેનલોના પ્રસ્તુતાઓને સન્માનપૂર્વક અનુરોધ છે કે તેઓ પોલીસ હિરાસતમાં હાજર આરોપીના કબુલાત અંગેના નિવેદન પર અખબારનું શીર્ષક બનાવતા પહેલા અથવા ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આપતા પહેલા સાક્ષ્ય અધિનિયમની ૨૪ અને સંબંધિત જોગવાઇને અનુસરે.

(3:49 pm IST)