Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ફેસબુકનો સેટેલાઇટ ક્ષેત્રમાં પ્રવેશ

ફેસબુકે અવકાશમાં પોતાનો ઉપગ્રહ સ્થાપિત કર્યો

નવી દિલ્હી,તા. ૧૬: ફેસબુક હવે પોતાના ઉપગ્રહનો ઉપયોગ કરી રહ્યું છે. ફેસબુકનો આ ઉપગ્રહ ૧૩૮ કિલોનો છે જે મકસર ટેકનોલોજીસે બનાવ્યો છે. જેને બીજી સપ્ટેમ્બર એરીઆને સ્પેસ વેગા રોકેટ દ્વારા બીજા ૫૩ નાના સેટેલાઇટની સાથે છોડવામાં આવ્યો હતો.

ફેસબુક જો કે આ મિશન બાબતે વધુ કંઇ વિગતો બહાર નથી પાડી સિવાય કે આ સેટેલાઇટ પાસે બ્રોડબેન્ડ પોટેન્શીયલ છે. ફેસબુકે વધુમાં કહ્યું હતું કે તે માને છે કે સેટેલાઇન ટેકનોલોજી બ્રોડબેન્ડની નેકસ્ટ જનરેશનને સુગમ બનાવશે અને એક ડીજીટલ પુલનું નામ કરશે.

જો કે ફેસબુકના આ પગલાથી એવુ નથી  લાગતુ કે ફેસબુક પોતાના સેટેલાઇટો ભવિષ્યમાં છોડવાનું મોટુ પગલું લેશે. ફેસબુકે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતુ કે તે સેટેલાઇટ ટેકનોલોજીના પ્રોવાઇડર બનવા બાબતે કોઇ પ્લાનીંગ નથી કરી રહ્યું.

(3:02 pm IST)