Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પૂંછ જીલ્લાના મનકોટ વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન

તોપમારાની સાથે ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા મોર્ટાર શેલ છોડ્યા

નવી દિલ્હી : શુક્રવારે સવારે પાક આર્મીએ પૂંછ જિલ્લાના મનકોટ સેક્ટરમાં ફરી એકવાર કોઈ ઉશ્કેરણી કર્યા વિના ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોવાના કોઈ સમાચાર નથી. ભારતીય સૈનિકો પાકિસ્તાનના ફાયરિંગનો યોગ્ય જવાબ આપી રહ્યા છે.

પાકિસ્તાન આર્મી દ્વારા પૂંછ જિલ્લાના મનકોટ સેક્ટરની કંટ્રોલ લાઇન પર તોપમારાની સાથે ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા મોર્ટાર શેલ ચલાવવામાં આવ્યા છે. ભારતીય સૈનિકો, પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યા છે. સમાચાર લખાય ત્યાં સુધી બંને તરફથી ફાયરિંગ ચાલુ હતું.

(1:27 pm IST)