Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

યુરોપમાં ફરી કોરોનાનો કહેર : જર્મની - ફ્રાંસમાં સ્થિતિ ચિંતાજનક

વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા ૩.૮૧ કરોડને પાર : મૃત્યુઆંક ૧૧ લાખથી વધુ

વોશિંગ્ટન તા. ૧૬ : વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા જ્યાં ૩.૯૧ કરોડને પાર કરી ચુકી છે. જ્યારે બીજીબાજુ મૃતકોની સંખ્યા પણ ૧૧ લાખથી વધુ નોંધાઇ છે. આ બધાની વચ્ચે યુરોપમાં સંક્રમણ તેજીથી વધુ રહ્યું છે. અનેક દેશોમાં પ્રતિબંધાત્મક ઉપાય લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે ડબલ્યુએચઓએ ચેતવણી આપી છે કે મોટા પગલા ભર્યા હોવા છતાં મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

જર્મની ચાન્સલર અંગેલા મર્કેલે સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં સંક્રમણની બીજી લહેર ગંભીર સાબિત થઇ છે. તેઓએ દરરોજ દેશમાં નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તે અંગેની ચિંતા વ્યકત કરી કહ્યું કે, અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ હોવાના કારણે દેશમાં બીજુ લોકડાઉન લગાવી શકાય નહીં તેથી લોકો સાવધાની રાખે.

બીજીબાજુ ફ્રાંસના વધતા કેસ જોઇને દેશમાં બીજીવાર સ્વાસ્થ્ય આપાતકાળ લગાવી દેવામાં આવ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨,૯૫૦ કેસ સામે આવ્યા છે. ફ્રાંસના પાટનગર પેરિસ સહિત દેશના નવ શહેરોમાં રાતે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી કર્ફયુ લગાવામાં આવ્યો છે જેથી લોકો ઘરની બહાર ન નીકળે.

(1:08 pm IST)