Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નવરાત્રિમાં ફ્લેટ કે સોસાયટીમાં માતાજીની પૂજા અને આરતી કરવા માટે પોલીસની મંજૂરી લેવી નહીં પડે, રૂપાણી સરકારે આપેલી મોટી રાહત: રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અચાનક જામનગર આવ્યા, જયેશ પટેલ કેસમાં કોઇ મોટા વિસ્ફોટ થવાની ભારે ચર્ચા: આવતા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડવાની આગાહી: ગુજરાતમાં મેટલ અને પ્લાસ્ટિકના ડઝનબંધ ડિસ્ટ્રીબ્યુટર ઉપર આવકવેરા ત્રાટક્યું: ગરબા રમવા માટે સુરતના છાત્રોએ પીપી કીટવાળો અનોખો પોશાક બનાવ્યો: ૨૫ લાખની વીમા પોલિસી અને જમીન હડપ કરવા માટે પતિને તેની પત્ની અને સાળાએ પતાવી દીધો, સાથે નિર્દોષ કારચાલકની પણ હત્યા, બંને લાશો સાથેની કાર ડેમમાં ડુબાડી, સસ્પેન્સ-થ્રિલરને ટક્કર મારે તેવી ડબલ મર્ડરની ઘટનાથી સૌરાષ્ટ્રમાં સન્નાટો

(1:03 pm IST)