Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સોશ્યલ મીડિયામાં અજાણ્યા સાથે દોસ્તી વધારવી ભારે પડી શકે

જેસલમેરેના એક આધેડે છોકરીના ફેંક આઇડીમાં મોટી રકમ ગુમાવી : એક યુવક કારણ વગર બદનામ થઇ ગયો

જેસલમેર તા. ૧૬ : સોશ્યલ મીડિયા પર ગમે તેને દોસ્ત બનાવી લેતા પહેલા થોડુ સાવધાન થવુ જરૂરી છે. કયારેક ફેક પ્રોફાઇલના કારણે મુશ્કેલીમાં મુકાય જવાનો સમય આવી પડે છે.

જેસલમેરમાં નોંધાયેલ એક કિસ્સામાં છોકરીના નામના ફેંક આઇડી પરથી એક ભાઇને ફ્રેન્ડ રીકવેસ્ટ આવી. આધેડવયના આ ભાઇએ તુરંત સ્વીકારી પણ લીધી. થોડી વાતચિતનો સીલસીલો ચાલ્યો. ધીરે ધીરે અંતરંગ વાતો પણ શરૂ થઇ. પછી આ ગલીગલીયા કરાવતી ચેટના આધારે આ આધેડવયના ભાઇ ઉપર બ્લેકમેઇલીંગ શરૂ થયુ. મોટી રકમ માંગવામાં આવી. જો ન આપે તો આ વાતીચતની ચેટ જાહેર કરી દેવાની ધમકીઓ મળી. ગભરાયેલા આધેડે તુરંત ફોન પે દ્વારા કેટલીક રકમ મોકલી પણ દીધી.

આવો જ અન્ય એક કિસ્સો બે છોકરાઓ વચ્ચેનો છે. એટલે કે છોકરીની ફ્રેન્ડ રીકવેસ્ટમાં જ ધ્યાન રાખવુ એવું નથી. છોકરાની ફ્રેન્ડ રીકવેસ્ટ પણ ભારે પડી શકે છે. આમાં એક ઇન્ટરનેટનો કીડો બની ગયેલ જેસલમેરના એક સીધા સાદા છોકરાને અન્ય શહેરના છોકરા સાથે સોશ્યલ મીડિયા પર મુલાકાત થઇ. ધીરે ધીરે રૂબરૂ મુલાકાત થવા લાગી. સામે વાળા છોકરાએ રંગ બદલ્યો અને પૈસાની માંગણી કરી. ન આપ્યા તો એ તોડબાજ છોકરાએ જેસલમેરના સીધા સાદા છોકરા ઉપર જેસલમેર બોલાવી યૌન શોષણ કર્યુ હોવાનો આરોપ લગાવી દીધો.

આમ સોશ્યલ મીડિયા ઉપર સતત રત રહેનારાઓએ સાવચેત રહેવુ ખુબ જરૂરી બની ગયુ છે. ગમે તેવા અજાણ્યા  લોકો સાથે સંપર્કમાં આવતા પહેલા થોડી સાવધાની વર્તવી જરૂરી હોવાનું જેસલમેરના આ કિસ્સાઓમાંથી શીખવા જેવુ છે.

જેસલમેર પોલીસ અધીક્ષક શ્રી રાકેશ બૈરવાએ પણ લોકોને આવી બાબતોમાં સાવધાન રહેવા અનુરોધ કરેલ છે.

(12:54 pm IST)