Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સંદિપસિંહે અર્નબ ગોસ્વામી સામે ૨૦૦ કરોડનો માનહાનીનો દાવો કર્યો

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં નામ ઉછાળવા બદલ કાર્યવાહી

મુંબઈ  તા. ૧૬: સંદીપ સિંહે રિપબ્લિક ન્યુઝ અને એના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી વિરૂદ્ઘ માનહાનિનો દાવો માંડ્યો છે. સાથે જ કેટલાક પત્રકારો વિરૂદ્ઘ પણ કેસ કર્યો છે. આ બધાએ સુશાંત સિંહ રાજપૂતના અવસાન માટે સંદીપ સિંહને જવાબદાર ગણ્યો હતો. સુશાંતે ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. આ મામલાની સીબીઆઇએ પણ તપાસ કરી હતી. અનેક લોકોનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં. સંદીપ સંબંધિત સ્ટિંગ ચલાવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ રિપબ્લિક ટીવી સહિત અનેક ચેનલોનાં નામ ટીઆરપીને લઈને કરવામાં આવેલા કૌભાંડમાં ઉજાગર થયાં હતાં. એવામાં આ ચેનલ્સ માટે કપરી

સ્થિતિ આવી પડી છે, જયારે સંદીપે તેમને લીગલ નોટિસ મોકલી છે. એ નોટિસને સંદીપે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, નોટિસમાં લખવામાં આવ્યું છે કે અર્નબે પોતાના ફાયદા માટે તેના વિશે ખોટા સમાચારો દેખાડીને તેની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો માટે તેના વિશે ખોટા સમાચારો દેખાડીને

એટલું જ નહીં, સંદીપે એ બધા પાસે જાહેરમાં માફી માગવાની સાથે જ ૨૦૦ કરોડ રૂપિયા વળતર પેટે આપવાની માગણી કરી છે. એ નોટિસમાં એ તમામ વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેને ન્યુઝ ચેનલ્સ પર દેખાડવામાં આવી હતી. એ બધી ખબરોને સંદીપે પાયાવિહોણી જણાવી છે. આ લીગલ નોટિસને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સંદીપે કેપ્શન આપી હતી કે હવે પૈસા લેવાનો સમય છે.

(12:50 pm IST)