Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સ્વસ્થ લોકોએ વર્ષ ૨૦૨૨ સુધી કરવો પડશે કોરોના વેકસીનનો ઇંતેજારઃ WHO

વર્ષ ૨૦૨૧ના અંત સુધી એક અસરકારક વેકસીન જરૂર આવી જશે પરંતુ તેનો જથ્થો મર્યાદિત હશે

નવી દિલ્હી, તા.૧૬: સમગ્ર દુનિયા કોરોના વાયરસની અસરકારક રસી શોધવામાં વ્યકત છે અને તે ચાલુ વર્ષના અંતે અથવા આગામી વર્ષના આરંભમાં મળવાની અપેક્ષા વ્યકત કરાઇ છે. જો કો સ્વસ્થ લોકોએ કોરોના વેકસીન માટે વર્ષ ૨૦૨૦ સુધી રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા કોરોના વેકસીન હેલ્થ વર્કર્સને અને એવા લોકોને મૂકવામાં આવશે જેને સંક્રમણનું જોખમ વધારે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ આ અંગે માહિતી આપી કે,વેકસીની માટે કોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓનલાઇન યોજાયેલા પ્રશ્નોત્તરના કાર્યક્રમમાં ષ્ણ્બ્ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથને કહ્યુ કે, વર્ષ ૨૦૨૧ના અંત સુધી એક અસરકારક વેકસીન જરૂર આવી જશે પરંતુ તેનો જથ્થો મર્યાદિત હશે.

સ્વામિનાથને પ્રાથમિકતા અંગે કહ્યુ કે, મોટાભાગના લોકો એ વાતથી સહમિત હશે કે સૌથી પહેલા હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વોરિયર્સથી શરૂઆત કરવામાં આવે પરંતુ એવુ પણ જોવા મળી રહ્યુ છે કે, કોને વધારે ફાયદો થશે. ત્યારબાદ વૃદ્ઘ લોકો અને ત્યારબાદ અન્ય લોકોને રસી મૂકવામાં આવશે. ઘણા બધા નિર્દેશો આવશે પરંતુ તેમને લાગે છે કે સરેરાશ વ્યકત, યુવાન સ્વસ્થ માણસને ૨૦૨૨ સુધી રસી માટે રાહ જોવી પડશે.

સ્વામિનાથને કહ્યુ કે, કોઇએ પણ આટલા જથ્થામાં વેકસીન નથી બનાવી કે જેટલી આવશ્યકતા છે. આથી ૨૦૨૧માંવેકસીન તો હશે પરંતુ મર્યાદિત જથ્થામાં. આથી એક ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે જેનાથી એવું નક્કી થઇ શકે કે દેશ એ વાતનો નિર્ણય કેવી રીતે લેશે કે સૌપ્રથમ કોરોના વેકસીન કોને મૂકવામાં આવશે. લોકોને લાગે છે કે પ્રથમ જાન્યુઆરી કે એપ્રિલમાં અમને કોરોના વેકસીન મળી જશે અને બધુ સામાન્ય થઇ જશે પરંતુ એવું કંઇ થવાનું નથી.

(11:46 am IST)