Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વિશ્વ ૧૯૩૦ની મહામંદી બાદ સૌથી ઘેરી મંદીનો સામનો કરી રહ્યું છેઃવિશ્વ બેન્ક

અર્થતંત્રમાં થયેલા ઘસારાને જોતાં અનેક દેશોને માથે દેવાનો ડુંગર ખડકાવાનો ભય

વોશિંગ્ટન,તા.૧૬:કોવિડ-૧૯ને લીધે વિશ્વ ૧૯૩૦ની મહામંદી બાદ સૌથી વધુ મંદી અનુભવી રહ્યું હોવાની વાત વિશ્વ બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસે જણાવી હતી.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેન્કની બેઠક અગાઉ એમણે પત્રકારોને જણાવ્યું હતું કે આ રોગચાળાને લીધે જે રીતે અર્થતંત્રમાં દ્યસારો આવી રહ્યો છે, એ જોતાં અનેક દેશોને માથે દેવાનો ડુંગર ખડકાવાની ભિતી છે. કોવિડ-૧૯ના રોગચાળાને અનેક વિકાસશીલ અને ગરીબ દેશો માટે આપત્ત્િ।જનક પ્રસંગ સમાન છે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે આ બેઠકમાં એ વિશે જ ચર્ચા કરવાની છે. મંદી મોટી છે અને એ ૧૯૩૦માં આવેલી મહામંદી જેટલી મોટી છે. વધુ વિકાશસીલ દેશો અને સૌથી ગરીબ દેશોના લોકો માટે આ મંદી દ્યણી આપત્ત્િ।જનક દ્યટના છે. અત્યંત ગરીબ લોકોને આ રોગચાળો વધુ ગરીબ બનાવી રહ્યો છે.

આ બેઠકનું એ જ લક્ષ્ય છે અને એ માટેના પગલાં પર છે. વિશ્વ બેન્ક દશો માટે આ નાણાકીય વર્ષ દરમિયાન બની શકે એટલો મોટો વિકાસ કાર્યક્રમ ઘડી રહી છે.

એક દિવસ અગાઉ બોર્ડે વેકિસન ખરીદવા અને એ બધા સુધી પહોંચાડવા તથા અન્ય સાધનો અને સારવાર માટે ૧૨ અબજ ડોલર સુધીના ફંડને મંજૂરી આપી હતી.

એક સવાલના જવાબમાં એમણે જણાવ્યું હતું કે હાલ વિશ્વ કે આકારની રિકવરીમાંથી પસાર થઇ રહ્યું છે. એનો અર્થ એવો થયો કે વિકસીત દેશો પોતાની નાણાં બજાર અને જે લોકો પાસે રોજગાર છે એમને ઘરેથી કામ કરવાની સવલત આપીને ટેકો આપી રહ્યા છે, પણ જે લોકોએ પોતાના રોજગાર ગુમાવ્યા છે, તેઓ સામાજિક સુરક્ષા કાર્યક્રમ પર આશ્રિત છે. વિકાશશીલ અને ખાસ કરીને ગરીબ અને વિકસી રહેલા દેશો કેનો નીચલો હિસ્સો છે. આ દેશોમાં લોકોએ આવક ગુમાવી છે, રોજગાર ગુમાવ્યા છે અને કામદારો તથા વિદેશમાં કામ કરતા લોકો પાસેથી આવતા કરના નાણાં ગુમાવ્યા હોવાથી અત્યંત કપરી મંદી અનુભવી રહ્યા છે.

અમે વિશ્વ બેન્કમાં એ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને દેશના સૌથી વધુ ગરીબોને સામાજિક સુરક્ષા માટે વધારાનો ટેકો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સાથે કૃષિના પડકારો પર પણ ધ્યાન આપી રહ્યા છીએ.

આ અત્યંત પડકારજનક સમયમાં જે દેશો પોતાની નિકાસ બજાર ખૂલ્લી રાખી રહ્યા છે અને જે દેશો પોતાના અર્થતંત્રમાં વધુ અન્ન ઉપલબ્ધ રહે એ માટે સબ્સિડીમાં ફેરફાર કરી રહ્યા હોવાની બાબત આવકારદાયક છે.

(11:45 am IST)