Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

દુનિયાને એપ્રિલ ૨૦૨૧ સુધીમાં મળી શકે છે સુરક્ષિત અને કારગર વેકસીન

અમેરિકાના મહામારી રોગ નિષ્ણાંત ડોકટર એન્થની ફાઉચીનું કહેવું છે કે આખી દુનિયામાં એક સુરક્ષિત અને પ્રભાવી કોવિડ-૧૯ વેકસીન ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં આવી શકે છે

વોશિંગ્ટન,તા.૧૬:કોરોના વાયરસની વેકસીનને  લઈને અલગ અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. આશા વ્યકત કરવામાં આવી રહી છે કે વર્ષના અંત સુધીમાં કોરોના વેકસીન આવી શકે છે. જોકે, અમેરિકાના મહામારી રોગ નિષ્ણાંત ડોકટર એન્થની ફાઉચીનું કહેવું છે કે આખી દુનિયામાં એક સુરક્ષિત અને પ્રભાવી કોવિડ-૧૯ વેકસીન ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં આવી શકે છે

 એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ફાઉચીએ કહ્યું કે નવેમ્બર અથવા ડિસેમ્બર સુધી શોધકર્તા એ જાણી શકશે કે કયો વેકસીન કેન્ડિડેટ સુરક્ષિત છે. આ અંગે જાણ્યા બાદ જ શરુઆતમાં માત્ર એક લાખ ડોઝ તૈયાર કરી શકાશે. ફાઉચીનો આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉલટ છે. જેમાં તેમણે કહ્યું હતું કે, આ વર્ષના અંત સુધી અમેરિકામાં વેકસીનના ૧૦ કરોડ જોઝ તૈયાર થઈ જશે

 ફાઉચીનું કહેવું છે આટલી સંખ્યામાં વેકસીન બનવી ત્યારે સંભવ છે જયારે અત્યારે ચાલી રહેલા ટ્રાયલોમાં વેકસીન સુરક્ષિત અને કારગર સાબિત થાય. જો વેકસીન સુરક્ષિત સાબિત થઈ જાય છે તો વ્યાપક રીતે ૨૦૨૧ના પહેલા ત્રિમાસિકના અંત સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે. ફાઉચીએ કહ્યું કે જોનસન એન્ડ જોનસન વેકસીનના ટ્રાયલ ઉપર રોકને એક સારો સંકેત માનવો જોઈએ. તેમણે કહ્યું કે આનાથી જાણવા મળે છે કે વેકસીન ટ્રાયલ યોગ્ય દિશામાં ચાલી રહ્યું છે. અને તે લોકો સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ઘ છે

 ઉલ્લેખનીય છે કે એક વોલેન્ટિયર ઉપર સાઈડ ઈફેકટ જોયા બાદ જોનસન એન્ડ જોનસને પોતાની વેકસીનનું ટ્રાયલ રોકી દીધું છે. આ પહેલા ઓકફોર્ડની વેકસીની પણ સાઈડ ઈફેકટ દેખાતા ટ્રાયલ રોકવામાં આવ્યું હતું. ફાઉચીનું કહેવું છે કે જયારે પણ કોઈ વેકસીનનું ટ્રાયલ રોકવામાં આવે છે ત્યારે અમે તેના ઉપર પ્રશ્નો કરવા લાગીએ છીએ

 ફાઉચીએ કોરોનાના વધતા મામલાઓને જોતા લોકોને સાવધાની રાખવાનું કહ્યું છે. તેમણે કહ્યું છે કેઘ દ્યરની બારીઓ ખુલી રાખવાની કોશિશ કરો. જો તમને લાગે છે કે કોઈ સભ્ય કોરોના સંક્રમિત થઈ શકે છે તો ઘરમાં જ માસ્ક પહેરવાથી ડરશો નહીં. ફાઉચીએ વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાજા થઈ ગયા છે પરંતુ દરેક સંક્રમિત વ્યકિતનો અનુભવ તેમના જેવો ન હોઈ શકે. તેમણે કહ્યું કે આવી જ રીતે કોઈ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યું હોય અને તેનો અકસ્માત થઈ જાય. પરંતુ તેના સ્પીડથી ગાડી ચલાવવાથી બીજા વ્યકિતને કંઈ જ નથી.

(11:45 am IST)