Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

યુરોપમાં ફરી કોરોના સંકટ : ઘણા દેશો લોકડાઉન તરફ વધ્યા

વિતેલા સાત દિવસથી યુરોપમાં દૈનિક સ્તરે ૧ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છેઃ WHO

બર્લિન,તા. ૧૬:દુનિયાભરના દેશોમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારી હવે તેનું ભયાનક રુપ બતાવી રહી છે. જે આખી દુનિયા માટે ભારે ચિંતા ઉભી કરશે, કારણ કે કોરોના મહામારી સામે હથિયાર મૂકી દીધેલા યુરોપના કેટલાક દેશોમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ શરુ થઇ હોવાના સંકેત મળ્યા છે. જે પહેલા કરતા પણ ભયાનક હોવાની આશંકા છે. આ જ કારણથી યુરોપના કેટલાક દેશોમાં લોકડાઉન લાગૂ કરાયુ છે અને ફ્રાન્સમાં કરફ્યુની સ્થિતિ ઉભી થઇ છે. જોકે લોકડાઉન બાદ ભારત હવે અનલોક થઇ રહ્યુ છે, પરંતુ અહીં પણ દૈનિક સ્તરે સંક્રમણના કેસોમાં ઉછાળો નોંધાયો છે.

કોરોના મહામારી ફેલાવાનો ક્રમ જોઇએ તો ચીન પછી સંક્રમણની શરુઆત યુરોપમાં જોવા મળી હતી, પરંતુ એ પછી અમેરિકામાં તબાહી મચાવી એશિયામાં દાખલ થયું. યુરોપના ફ્રાન્સ, ઇટાલી, જર્મની વધુ સંક્રમિત દેશોમાં સામેલ છે. આ દેશોએ કોરોના કાળના પ્રતિબંધો હચાવી દીધા હતા અને અનલોકમાં સામાન્ય જીવનની નવી શરુઆત કરી હતી. પરંતુ વિતેલા ૧૦ દિવસમાં આ દેશોમાં કોરોના સંક્રમણના કેસોમાં અચાનક આવેલો ઉછાળો ચિંતાનો વિષય બની ગયો છે.ફ્રાન્સમાં રાત્રિના નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનું કરફ્યુ લાગૂ કરતા દેશમાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરી છે. જર્મની પણ આજ સ્થિતિનો સામનો કરી રહ્યુ છે. આ સિવાયે ઇંગ્લેન્ડ, ચેક રિપબ્લિક અને અન્ય દેશોમાં કેસોમાં વધારો નોંધાયો છે. WHO  મુજબ વિતેલા સાત દિવસથી યુરોપમાં દૈનિક એક લાખ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે.

બીજી તરફ અનલોક થઇ રહેલા ભારતમાં સરકારી આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ સુધારા પર છે, કેસો વધી રહ્યા છે પરંતુ રિકવરી રેટમાં દ્યણો સુધારો છે.

(11:44 am IST)