Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ગ્વાદરમાં તેલ કંપની હતી નિશાના પર

પાકિસ્તાન : બલુચિસ્તાનમાં ત્રાસવાદી હુમલામાં ૧૫ના મોત

ઇસ્લામાબાદ તા. ૧૬ : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓએ પાકિસ્તાન આર્મીના નાકમાં દમ કરી રાખ્યું છે. ઉગ્રવાદીઓએ પાકિસ્તાની અર્ધલશ્કરી દળોની સુરક્ષા હેઠળ જતા પાકિસ્તાની તેલ અને ગેસ કામદારોના કાફલા પર હુમલો કર્યો જેમાં ૧૫ લોકો માર્યા ગયા. શરૂઆતમાં આ હુમલો બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી એક નવી આતંકવાદી સંગઠને પણ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં પાકિસ્તાની તેલ અને ગેસ વિકાસ કંપનીના સાત કર્મચારીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત કાફલાની સુરક્ષા કરી રહેલા પાકિસ્તાન ફ્રન્ટિયર કરોના ૮ સૈનિકો પણ મોત થયા છે. આ વિસ્તારમાં પહેલા પણ સુરક્ષા દળો પર મોટાપાયે હુમલા થઈ ચૂકયા છે. આતંકીઓએ ઉત્ત્।ર વજીરિસ્તાનમાં એક બીજો સૈન્ય કાફલાને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં પાકિસ્તાની સેનાના એક અધિકારી સહિત છ લશ્કરી જવાન મરી ગયા છે. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આતંકીઓએ ઉત્ત્।રી વજીરિસ્તાનના રાજમાક વિસ્તાર નજીક આઈઈડી દ્વારા લશ્કરી કાફલાને નિશાન બનાવ્યા હતા.

બલુચિસ્તાન લિબરેશન આર્મીની શરૂઆત ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના શાસનમાં ૧૯૭૦ના દાયકામાં થઈ હતી. તે સમયે આ નાના આતંકવાદી સંગઠને બલુચિસ્તાનના વિસ્તારમાં પાક સેનાના નાકમાં દમ લાવી દીધું હતું. જયારે પાકિસ્તાનમાં સૈન્ય તાનાશાહ જિયાઉલ હક સત્ત્।ામાં આવ્યા તો તેમણે બલોચ નેતાઓ સાથે વાતચીત કરીને આ સંગઠનની સાથે અઘોષિ યુદ્ઘવિરામ કરી લીધું. આ સંગઠનમાં મુખ્યત્વે પાકિસ્તાનની બે ટ્રાઇબ્સ મિરી અને બુગતી લડવૈયાઓ સામેલ છે.

તે સમયથી બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા લાંબા સમયથી કોઈ મોટી ઘટનાને અંજામ આપ્યો નથી. પરંતુ જયારે પરવેઝ મુશર્રફ એ પાકિસ્તાનમાં સત્ત્।ા સંભાળી ત્યારે ૨૦૦૦ની આસપાસ બલુચિસ્તાન હાઇકોર્ટના જસ્ટિસ નવાબ મિરીની હત્યા થઇ હતી. પાકિસ્તાની સેનાએ સત્ત્।ાના ઇશારે બલૂચ નેતા ખૈર બક્ષ મિરીની ધરપકડ કરી હતી. બલૂચ લિબરેશન આર્મીએ ત્યારબાદ તેનું ઓપરેશન ફરી શરૂ કરી દીધું.

ત્યારબાદ બલુચિસ્તાનના વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય અને પોલીસ પર હુમલાની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો. તેમની હિંસાથી કંટાળીને પાકિસ્તાન સરકારે બલુચિસ્તાન લિબરેશન આર્મીને ૨૦૦૬માં આતંકી સંગઠન જાહેર કર્યું હતું. પાકિસ્તાની સરકારે કહ્યું હતું કે આ સંગઠન અનેક આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે અને તેના નેતા નવાબજાદા બલાચ મિરીના આદેશ પર આ હુમલાને અંજામ આપ્યો.

(11:43 am IST)