Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

લોકડાઉન બાદ શરૂ થયેલ હવાઇ મુસાફરીએ તેજી પકડી દર મહિને મુસાફરોમાં ઉતરોતર વધારોઃ સંખ્યા ૪૦ લાખે પહોંચી

બેંગ્લોર, તા., ૧૬: લોકડાઉન પછી હવાઇ મુૃસાફરી શરૂ થતા દર મહિને મુસાફરો સાથે વિમાનોની ઉડયનની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જાય છે.

તાજેતરમાં બે દિવસ પહેલા ૧૪ ઓકટોબરે ૧ દિવસમાં ૩૦૯૭ વિમાનોમાં ૧ લાખ ૬૬ હજાર મુસાફરોએ મુસાફરી કરી હતી. નાગરીક ઉડ્ડયન વિભાગે જાહેર કરેલી વિગતો મુજબ ગયા મહીને ૩૯ લાખ ૪૩ હજાર યાત્રીકોએ વિમાન સેવાનો લાભ લીધો હતો. જે ઓગષ્ટની સરખામણીએ ૪૦ ટકાનો ઉછાળો બતાવે છે.

જો કે ગયા વર્ષે સપ્ટેમ્બર-ર૦૧૯માં ૧ કરોડ ૧પ લાખ મુસાફરોએ વિમાનોમાં મુસાફરી કરી હતી. હવાઇ સેવા રપ મેથી શરૂ થઇ, ત્યારથી આજ સુધીમાં યાત્રીઓમાં તેજી આવી છે. જુલાઇમાં ર૧ લાખ, ઓગષ્ટમાં ર૮ લાખ મુસાફરોએ વિમાની સેવાનો લાભ લીધો હતો.

વિમાની ઉડ્ડયન ક્ષેત્રે તેજી આવવા પાછળ મુખ્ય કારણ આવી રહેલા તહેવારો મુખ્ય છે. અનલોક પછી સંખ્યાબંધ લોકો પોતાના હોમટાઉનમાં પરત ફર્યા છે. તે ઉપરાંત ટ્રેનોની સંખ્યા લીમીટેડ હોય, અમીર લોકો વિમાની સેવા પસંદ કરી રહયા છે.

મેટ્રો સીટીની વાત કરીએ તો દિલ્હી એરપોર્ટ પરથી ઓગષ્ટમાં ૧૧ાા લાખ, બેંગ્લોર ખાતેથી ૬ાા લાખ લોકોએ વિમાની સેવાનો લાભ લીધો હતો. પરંતુ દેશનું આર્થિક પાટનગર ગણાતું મુંબઇ આ બધામાં પાછળ છે. અહી વિમાની સેવા સીમીત રખાઇ છે. પરીણામે માત્ર ૪ લાખ મુસાફરોએ જ મુસાફરી કરી હોવાનું જાહેર કરાયું છે.

(11:37 am IST)