Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

૯ કરોડથી વધુ લોકોના ઘરે હાથ ધોવાની સગવડ જ નથી

યુનિસેફની ઘટસ્ફોટ, પ્રાથમિક સુવિધાના અભાવે લોકો કોરોના સામેનાં અસરકારક હથિયારથી જ વંચિત

તાજમહેલ સંકુલમાં એક સ્વયંસેવી સંસ્થાના કાર્યકરોએ હેન્ડવોશિંગ જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો

નવી દિલ્હી,તા. ૧૬: હાલમાં કોરોનાને કારણે દેશભરમાં હાથ ધોવા સહિતની બાબતો પર ભાર મુકાયો છે તેવા સમયે યુનિસેફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આશરે ૯.૧ કરોડ શહેરી ભારતીયો પાસે ઘરે હાથ ધોવાની મૂળ સવલતોનો અભાવ છે. જોકે તેણે ફરી સ્પષ્ટતા કરી છે કે કોરોના જેવી ચેપગ્રસ્ત બીમારી સામે લડવામાં સાબુથી હાથ ધોવાનું સૌથી વધુ મહત્વનું છે.

ગ્લોબલ હેન્ડવોશ ડે નિમિત્ત્।ે જારી એક નિવેદનમાં યુનિસેફે કહ્યું હતું કે સાબુથી હાથ ધોવાના અભાવને કારણે કોરોના અને અન્ય ચેપગ્રસ્ત બીમારી ફેલાવવાનું જોખમ વધી જાય છે. 'મધ્ય અને દક્ષિણ એશિયામાં શહેરી વિસ્તારોમાં આશરે રર ટકા લોકો અથવા ૧૫.૩ કરોડ લોકોમાં હેન્ડવોશિંગનો અભાવ છે. આશરે ૫૦ ટકા બાંગ્લાદેશીઓ અથવા ર.૯ કરોડ લોકો અને ર૦ટકા શહેરી ભારતીયો અથવા ૯.૧ કરોડ લોકોના ઘરે હેન્ડવોશિંગ ફેશિલિટીનો અભાવ છે' તેમ જણાવાયું છે.

યુનિસેફ ઇન્ડિયાના ભારતના પ્રતિનિધિ ડો.  યાસ્મીન અલી હકે જણાવ્યું હતું કે આ બીમારી  ફેલાવાનુંચાલુ રાખશે તેમ તેમ આયાદરાખવાનું મહત્વનું છે કે હેન્ડ વોશિંગલાંબાસમય સુધી એક વ્યકિતગત પસંદ નહિ બની રહે. જે સામાજિક જરૂરિયાત પણ બનશે. આ કોરોના અને અન્ય ચેપો સામે તમને અને અન્યોને રક્ષણ કરવા માટે સૌથી ઓછા ખર્ચાળ અને અત્યંત અસરકારક પગલામાંથી એક છે.

તેમણે કહ્યું હતું કે 'સ્કૂલો ફરીથી ખોલવા માટે નવા માપદંડો વિચારી રહ્યા છે ત્યારે આપણે એની ખાતરી કરી લેવાની જરૂર છે કે તેઓ બાળકો માટે સાબુ સાથે હેન્ડવોશિંગ કરવાની પ્રાથમિકતા, પીવાના સાફ પાશી અને સલામત સેનિટાઇઝેશનની વ્યવરથા કરે.'

'વિશ્વની ચાલીસ ટકા વસતિ અથવા ત્રણ અબજ લોકો પાસે ઘરે સાબુ અને પાણી સાથે હેન્ડડોશિંગ ફેસિલિટી નથી. ઓછા વિકસિત દેશોમાં આશરે બે-તૃતીયાંશ લોકોમાં ઘરે હેન્ડવોશિંગની મૂળ ફેસિલિટીનો અભાવ છે' તેમ યુનિસેફે કહ્યું હતું.

(11:21 am IST)