Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

શિયાળામાં કાળમુખો કોરોના ફરી ઉપાડો લેશે

હાલના સોશ્યલ ડીસ્ટન્સનાં નિયમો પણ કામ નહિં લાગે

વોશિંગ્ટન,તા. ૧૬:કોરોના મહામારીના સંક્રમણને ફેલાવામાં વાતાવરણના પરિબળો મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. એખ તરફ જયાં અનુમાન લગાવવામાં આવ્યુ હતું કે ગરમીની ઋતુમાં કોરોના વાયરસનો ખાતમો થશે અથવા તેના સંક્રમણનો ફેલાવો નબળો પડશે. એવા કોઇ પરિણામ સામે આવ્યા નથી. જોકે શિયાળાની સિઝન શરુ થવા પામી છે અને એક રિપોર્ટ દ્વારા ખુલાસો કરાયો હતો કે સ્નાયુતંત્રની બહાર આવેલી Respiratory droplets દ્વારા કોરોના સંક્રમણ ફેલાવાની સંભાવના વધી પડી છે. Respiratory dropletsના સંપર્કમાં આવવાથી કોરોના સંક્રમણનો ખતરો વધવાનો રિપોર્ટ ર્ફીઁં Letters જર્નલમાં છપાયો હતો.

રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યુ હતું કે, આ સ્થિતિમાં હાલના સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમો પણ કામ નહીં લાગે. Respiratory droplets છ ફૂટ સુધી જઇ શકે છે આથી, કોરોના સંક્રમણ પણ છ ફૂટના અંતરમાં આવવાથી ફેલાવાની શકયતા વધી છે. આ અંતર અમેરિકાની CDC એ સુરક્ષિત બતાવ્યુ હતું.  ઘરોમાં ફ્રિઝ-કુલર અથવા એવી જગ્યાઓ જયાં તાપમાન નીયુ રહે છે અને ભેજ વધારે હોય છે. ત્યાં Respiratory droplets આશરે ૧૯.૭ ફૂટ સુધી જઇ શકે છે. જે કોરોના સંક્રમણના બહોળા ફેલાવા માટે કારણભૂત બની શકે એમ છે.

જયારે ગરમી અને સૂકા સ્થાનો પર Respiratory droplets વરાળમાં જલ્દીથી બદલાય છે, જેથી કોરોના સંક્રમણ માટે વાયરસ છોડી શકે છે જે એરોસોલથી અન્યોને મળી શકે છે. આ અરોસોલ બોલવાથી, છીંકવાથી, દ્યાંસી ખાવાથી કે શ્વાસ લેવાથી છોડવામાં આવેલા હોય છે. સ્ટડીના મુખ્ય લેખક લેઇ ઝાઓનું કહેવુ હતું કે Respiratory droplets સુક્ષ્મ હોય છે, આશરે ૧૦ માઇક્રોનથી પણ નાના અને કલાકો સુધી હવામાં રહી શકે છે, જેથી શ્વાસ લેતાં વ્યકિતમાં સંક્રમણ ફેલાવી શકે છે.

(11:16 am IST)