Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કોરોના શાંત પડતો નથી : વિશ્વમાં ૩.૯૧ કરોડ કેસ : ૧૧ લાખથી વધુના મોત

ભારતમાં ૨૪ કલાકમાં ૬૩૩૭૧ નવા કેસ : ૮૯૫ના મોત કુલ કેસ ૭૩૭૦૪૬૮ : કુલ મૃત્યુઆંક ૧૧૨૧૬૧ : એકટીવ કેસ ૮૦૪૫૨૮ : રિકવરી રેટ ૮૭% : મૃત્યુદર ૧.૫૨%: વિશ્વમાં ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૩.૯૭ લાખ નવા કેસ વધ્યા : ૬૦૯૯ લોકોના મોતઃ વિશ્વમાં કુલ કેસ ૩૯૧૭૫૪૬૨ : કુલ મૃત્યુ ૧૧૦૨૯૪૧ : એકટીવ કેસ ૮૬૯૩૭૮૨

નવી દિલ્હી તા. ૧૬ : ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ૭૩૭૦૪૬૮ થઇ ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૩૭૧ નવા દર્દીઓ નોંધાયા છે અને આ દરમિયાન ૮૯૫ લોકોના મોત થયા છે. દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૩.૯૧ કરોડની થઇ છે અને અત્યાર સુધીમાં કોરોના ૧૧ લાખ લોકોને ભરખી ગયો છે.

ભારતમાં કુલ મૃત્યુઆંક ૧૧૨૧૬૧નો થયો છે જ્યારે ૬૪૫૩૭૭૯ લોકો રિકવરી થયા છે. કુલ કેસની સંખ્યા ૭૩૭૦૪૬૮ થઇ છે જ્યારે કુલ એકટીવ કેસ ૮૦૪૫૨૮ છે.

છેલ્લા ૧૫ દિવસના આંકડા ઉપર નજર નાંખીએ તો ૧.૬૭ કરોડ લોકોની કોરોનાની તપાસ થઇ છે. જેમાં ગઇકાલે ૧૦૨૮૬૨૨ લોકોની તપાસ થઇ હતી. અત્યાર સુધીમાં ૯૨૨૫૪૯૨૭ લોકોનું પરિક્ષણ થયું છે. મહારાષ્ટ્રમાં ૪૧૧૯૬ લોકોના મોત થયા છે અને ત્યાં ૧૫૬૪૬૧૫ કેસ નોંધાયા છે.

ભારતમાં મૃત્યુદર ઘટીને ૧.૫૨ ટકા થયો છે અને એકટીવ કેસનો દર પણ ઘટીને ૧૧ ટકા થયો છે. સાથોસાથ રિકવરી રેટ ૮૭ ટકા થઇ ગયો છે.

સમગ્ર વિશ્વની વાત કરીએ તો કુલ કેસ ૩૯૧૭૫૪૬૨ છે અને અત્યાર સુધીમાં ૧૧૦૨૯૪૧ લોકોના જીવ ગયા છે. વિશ્વમાં ૮૬૯૩૭૮૨ એકટીવ કેસ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૮૨૧૬૩૧૫ કેસ નોંધાયા છે અને ૨૨૨૭૧૭ લોકોના મોત થયા છે. રોજેરોજ દુનિયામાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. પહેલીવાર ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક ૩.૯૭ લાખ કેસ વધ્યા છે. એક દિવસમાં ૬૦૯૯ લોકોના મોત થયા છે.

(11:15 am IST)