Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

પૈસા આપે તો લઈ લેજો પણ વોટ ભાજપને જ, સિંધિયા પાસે એટલા પૈસા કે આખી કોંગ્રેસ ખરીદી લેઃ ભાજપ નેતાઓના બોલ

ભાજપના નેતા સુશીલ મોદીનું વિવાદિત નિવેદન

પટણા, તા.૧૬: એક ચૂંટણી સભા દરમિયાન બિહારના ડેપ્યૂટી CM તેમજ ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીએ વિવાદીત નિવેદન આપતા પૈસાથી મત ખરીદવાની વાત પર જનતાને સલાહ આપતાં કહ્યું કે જો કો ઇ મતની બદલે રૂપિયા આપે તો રૂપિયા લઇ લે જો પરંતુ મત ભાજપને જ આપજો.

ખરેખર તો ડેપ્યુટી સીએમ મોદી રામગઢ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અશોક સિંહ માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન સભાને સંબોધન કરતા મોદીએ કહ્યું કે કોઇ માઇનો લાલ અશોક સિંહને હરાવી દેશ, કોઇ માઇનો લાલ રૂપિયા આપી જનતાના મત ખરીદી લેશે.

અરે હું તો કહું છું કોઇ રાતના અંધારામાં ગરીબોને મત ખરીદવાના પ્રયત્ન કરે તો હું ગરીબોને કહું છું કે રૂપિયા પણ લઇ લેજો અને મત ભાજપના ઉમેદવારને આપજો.

આ વિવાદિત નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જયારે બીજી તરફ મધ્યપ્રદેશ ખંડવાના માંધાતા બેઠક પરથી પેટાચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહેલા ભાજપના ઉમેદવાર નારાયણ પટેલે જયોતિરાદિત્ય સિંધિયાની પ્રશંસા કરી છે.

 કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું કે તેમની પાસે કોઇ મુદ્દો નથી અને ન તો ૧૫ મહિનામાં કોંગ્રેસે કોઇ વિકાસ કર્યો. અમારા ૨૫ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે. અમારા સિંધિયા અડધી શું કોંગ્રેસ આખી ખરીદી લે તેટલી તાકાત ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે નારાયણ પટેલ માન્ધાતાથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. કોંગ્રેસમાંથી સિંધિયા જૂથની સાથે રાજીનામું આપી ભાજપમાં સામેલ થયા હતા અને હવે મધ્યપ્રદેશ પેટાચૂંટણીમાં ભાજપ તરથી માંધાતા બેઠકના ઉમેદવાર જાહેર કર્યાં છે.

(10:25 am IST)