Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

સરકાર રાજયો વતી કરશે રૂ.૧.૧૦ લાખ કરોડનું દેવું

નાકે દમ આવી ગયોઃ GSTની ભરપાઈ કરવા માટે મહામહેનતે મળ્યો મોદી સરકારને રસ્તો

નવી દિલ્હી, તા.૧૬: માલ અને સેવાઓ કર વળતરને પુરૂ કરવા માટે કેન્દ્ર સરકારે ગુરૂવારે કહ્યું છે કે તે સ્પેશયલ વિંડોના માધ્યમથી ૧.૧ લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે. નાણાકીય મંત્રાલયે ટ્વિટ કરીને આ અંગે જાણકારી દેતા કહ્યું કે, જીએસટી વળતર સેસ દ્યટાડાની ભરપાઇ માટે કેન્દ્ર સરકાર ૧.૧ લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર ધારણા કરી રહ્યું છે કે તમામ રાજયો તેનાથી સંમત થશે. આ લોન યોગ્ય ભાગોમાં લેવામાં આવશે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉધાર લેવામાં આવેલી રકમ રાજયોને જીએસટી વળતર ઉપકરના બદલામાં બેક-ટુ-બેક લોન તરીકે આપવામાં આવશે.

 કેન્દ્ર સરકાર દ્વારા આ ઉધાર લેવામાં આવનારા આ ઉધારથી રાજકોષીય ખાધ પર કોઈ અસર નહીં પડે. આ રકમ રાજયોના મૂડી લાભ તરીકે દર્શાવવામાં આવશે અને તેમની સંબંધિત નાણાકીય ખાધને ફાઇનાન્સ કરશે. જીએસટી વળતરમાં કુલ ૨.૩૫ લાખ કરોડ. જીએસટીમાં ઘટાડા રૂપે ૧.૧ લાખ કરોડ રૂપિયા છે.

ઓગસ્ટ ૨૦૨૦માં યોજાયેલી કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રએ જીએસટીની ભરપાઇ કરવા માટે બે વિકલ્પો સૂચવ્યા હતા. એક રાજયોને એક વિશેષ વિંડો પ્રદાન કરવામાં આવશે. જે હેઠળ તેઓ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પાસેથી લોન લઈ શકે છે. આમાં રાજયોને ઓછા વ્યાજ દરે ૯૭,૦૦૦ કરોડ રૂપિયાની લોન મળી શકે છે. આ રકમ સેસ સંગ્રહમાંથી ૨૦૨૨ સુધી જમા કરાવી શકાય છે. બીજા વિકલ્પ તરીકે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે ખાસ વિંડો હેઠળ રૂ. ૨.૩૫ લાખ કરોડની લોન લઈ શકાય છે.

કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટુ નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે. આ કારણે દેશમાં રાજયો પાસેથી થનારા જીએસટી કલેકશનમાં મોટો દ્યટાડો આવ્યો છે. જીએસટી એકટ હેઠળ રાજયોને ૧ જુલાઈ, ૨૦૧૭થી જીએસટી લાગુ થવાના પહેલા પાંચ વર્ષોમાં રાજસ્વને કોઈ પણ નુકશાન માટે ચુકવણી કરવાની ગેરેન્ટી આપવામાં આવી રહી છે. તો ૨૦૧૫-૧૬થી આધાર વર્ષમાં રાજયો દ્વારા જીએસટી સંગ્રહમાં ૧૪ ટકા વાર્ષિક વૃદ્ઘિનો ઘટાડાની ગણતરી કરવામાં આવી છે. રાજયોએ આવકની અછતને પહોંચી વળવા ૨૦૨૨ સુધીમાં વળતર આપવાનું વચન આપ્યું છે.

(10:23 am IST)