Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કોરોના સંકટમાં અર્થતંત્રમાં જોવા મળી રાહત

૬ મહિનાના ઘટાડા બાદ સપ્ટેમ્બરમાં નિકાસમાં ૫.૯ ટકાનો વધારો

નવી દિલ્હી, તા.૧૬: કોરોના સંકટના કારણે છેલ્લા ૬ મહિનાથી અર્થતંત્રને લઈને મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં દેશની નિકાસમાં આશરે ૬ ટકાનો વધારો નોંધાયો હતો. કોરોના સંકટનો સામનો કરી રહેલા અર્થતંત્ર માટે આ એક સારા સમાચાર છે. સતત છ મહિના સુધી નિકાસમાં દ્યટાડો જોવા મળ્યા બાદ હવે મુખ્યત્વે દવાઓ, ફાર્માસ્યુટિકલ સામાન અને રેડીમેડ વસ્ત્રોને કારણે કુલ નિકાસમાં વધારો થયો છે.

કોરોના સંકટના કારણે છેલ્લા ૬ મહિનાથી અર્થતંત્રને લઈને મુશ્કેલી સર્જાઈ હતી. પરંતુ સપ્ટેમ્બરમાં દેશની નિકાસમાં આશરે ૬ ટકાનો વધારો નોંધાયો હતો.  સતત છ મહિના સુધી નિકાસમાં ઘટાડો જોવા મળ્યા બાદ હવે મુખ્યત્વે દવાઓ, ફાર્માસ્યુટિકલ સામાન અને રેડીમેડ વસ્ત્રોને કારણે કુલ નિકાસમાં વધારો થયો છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં નિકાસ ૫.૯ ટકા વધીને ૨૭.૫૮ અબજ ડોલર થઈ છે. સપ્ટેમ્બરમાં, દેશની આયાત ૧૯.૬ ટકા ઘટીને ૩૦.૩૧ અબજ ડોલર થઈ છે.

ગુરુવારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં નિકાસ ૫.૯૯ ટકા વધીને ૨૭.૫૮ અબજ ડોલર સુધી પહોંચી ચૂકી છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં કુલ નિકાસ  ૨૬.૦૨ અબજ ડોલરની હતી. તો અન્ય તરફ  સપ્ટેમ્બર ૨૦૨૦માં દેશની આયાત ૧૯.૬ ટકા ઘટીને ૩૦.૩૧ અબજ ડોલર થઈ છે. જો કે, એક વર્ષ પહેલા સમાન મહિનામાં તે ૩૭.૬૯ અબજ ડોલરની જોવા મળી હતી.

સપ્ટેમ્બરમાં આયર્નની નિકાસ ૧૦૯.૬૫ ટકા વધીને ૩૦.૩૪ મિલિયન ડોલર પહોંચી છે તો રેડીમેડ વસ્ત્રોની નિકાસ ૧૦.૨૨ ટકા વધીને  ૧.૧૯ અબજ ડોલર અને ચોખાની નિકાસ ૯૩.૮૬ ટકા વધીને  ૭૨.૫૧ ડોલર સુધીની થઈ છે. આ જ ક્રમમાં દવાઓ અને દવાઓની નિકાસ ૨૪.૩૮ ટકા વધીને  ૨.૨૪ અબજ ડોલર પહોંચી ચૂકી છે. આ તમામ ચીજોમાં વધારાની સાથે અનાજ અને ચોખાની નિકાસમાં પણ વધારો થયો છે.

સપ્ટેમ્બરમાં વેપાર ખાધમાં ઘટાડો જોવા મળ્યો છે. તે હવે ૨.૭૨ અબજ ડોલર થઈ છે, જે એક વર્ષ પહેલાં આ મહિનામાં ૧૧.૬૭ અબજ ડોલરની હતી. સમીક્ષા હેઠળના મહિનામાં સોનાની આયાત લગભગ ૫૩ ટકા ઘટતી જોવા મળી છે. તે ૬૦.૧૪ કરોડ ડોલરની રહી છે.

ચાલુ વર્ષના પહેલાં ૬ મહિનામાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બરની નિકાસની વાત કરીએ તો આ સમયે ૧૬.૬૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે ૨૨૧.૮૬ અરબ ડોલરની થઈ છે. જયારે આયાત ૩૫.૪૩ ટકા ઘટીને ૨૦૪.૧૨ અબજ ડોલરની થઈ છે.

સપ્ટેમ્બરમાં કાચા તેલની આયાત ૩૫.૮૮ ટકા ઘટીને ૫.૮૩ અરબ ડોલરની થઈ છે. જયારે છેલ્લા ૬ મહિનામાં કાચા તેલની આયાતમાં ૫૧.૧૪ ટકાનો દ્યટાડો આવ્યો અને તે ૩૧.૮૬ અબજ ડોલર રહ્યું છે.

આ કારણ રહ્યું જવાબદાર

થોડા દિવસો પહેલા વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી કે ચીનથી ભારતના વેપાર ખાધમાં મોટો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ પાંચ મહિનામાં ચીનથી વેપાર ખાધ લગભગ અડધી થઈ ગઈ છે. તે મોદી સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતા માનવામાં આવી હતી.

(10:23 am IST)