Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

દિલ્હીના નામાંકિત વકીલ ને ત્યાં આવકવેરાના આવકવેરાના 38 જગ્યાએ મોટાપાયે દરોડા: કરોડોની રોકડ કબજે

 

આવકવેરા ખાતાએ પાટનગર દિલ્હીમાં કોમર્શિયલ આર્બિટ્રેશન અને ઇન્ટરનેટઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશનમાં આગળ પડતું નામ ધરાવતા ધારાશાસ્ત્રીને ત્યાં દરોડા પાડી 5.5 કરોડ રૂપિયાની રોકડ કબજે લીધી છે. જ્યારે ૧૦ લોકર સીલ કરી દીધા છે. 

આવકવેરાને શંકા છે કે આ ધારાશાસ્ત્રી તેના અસીલો પાસેથી ખૂબ મોટી રકમ રોકડમાં મેળવી તેમના મતભેદો સેટલ કરી આપતા હતા. 

દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં 38 જગ્યાએ દરોડાઓ પાડવામાં આવ્યા હતા. 

આવકવેરા ખાતાના વર્તુળોના જણાવ્યા પ્રમાણે એક કેસમાં આ વકીલને ૧૧૭ કરોડ રૂપિયા તેના અસીલ પાસેથી રોકડા મળ્યા હતા જ્યારે તેણે રેકર્ડ ઉપર માત્ર ૨૧ કરોડ રૂપિયા ચેકથી મળ્યાનું દર્શાવેલ. એક બીજા કેસમાં આ ધારાશાસ્ત્રીને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જિનિયરિંગ કંપની પાસેથી લવાદની કાર્યવાહી માટે ૧૦૦ કરોડ રૂપિયા રોકડામાં મલયનું પણ જણાવાયું છે. વિશેષ તપાસ ચાલુ છે.

 

(11:02 pm IST)