Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ચીનની કંપનીને ક્રોન્ટ્રાક્ટ બદલ ઓલી અને પ્રચંડે રૂશ્વત લીધી

નેપાળના પૂર્વ વડાપ્રધાનનો આરોપ : બૂઢી ગંડકી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે એનસીપી-વિરોધ પક્ષના નેતાઓએ ૯ અબજ નેપાળી રૂપિયાની લાંચ લીધી

કાઠમંડુ, તા. ૧૫ : ચીનના ઈશારે નાચી રહેલા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી  અને પાર્ટી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ ઉર્ફે 'પ્રચંડલ્લ ચીનની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં ૯ અબજ નેપાળી રૂપિયાની લાંચ લેવાના કેસમાં બરાબરના ભેરવાયા છે. હાઈડ્રોપાવર પ્રોજેક્ટ સ્થાપવાને લઈને ઓલી અને પ્રચંડે મોટી લાંચ લીધી હોવાને લઈને તેમના પર પસ્તાળ પડી રહી છે.

નેપાળના પૂર્વ વડાપ્રધાન બાબૂરામ ભટ્ટરાઈએ આરોપ લગાવ્યો છે કે, નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટી અને વિરોધ પક્ષ નેપાળી કોંગ્રેસના અનેક ટોચના નેતાઓએ ચીની કંપની પાસેથી બૂઢી ગંડકી હાઈડ્રોપાવર પ્રોજેક્ટ માટે ૯ અબજ રૂપિયાની લાંચ લીધી હતી.

નેપાળી ન્યૂઝ વેબસાઈત માઈ રિપબ્લિક પ્રમાણે આ અગાઉ પૂર્વ પીએમ ભટ્ટારાઈએ આરોપ લગાવ્યો હતો કે પીએમ ઓલી અને પૂર્વ  પીમમ પ્રચંડ તથા શેર બહાદૂર દેઉબાએ ચીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં ૯ અબજ ડૉલરની લાંચ લીધી હતી. આ પ્રોજેક્ટનું નિર્માણ ચીનની ગેહાઉચા ગ્રુપ કરી રહ્યું છે. બીજી બાજુ કમ્યુનિસ્ટ પાર્ટી અને નેપાળી કોંગ્રેસ બંનેએ આ આરોપો ફગાવી દીધી છે પરંતુ ભ્રટ્ટારાઈ ભારપૂર્વક કહી રહ્યાં છે કે, તેમની પાસે આરોપો સાબિત કરવાના પુરાવા છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કેપી શર્મા ઓલી વડાપ્રધાન બન્યા બાદ ફરી એકવાર સરકાર અગાઉની સરકારના નિર્ણયને પલટતા ચીની કંપનીને આ કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. ઓલી સરકારે ચીની કંપનીને કોન્ટ્રાક્ટ આપતી વખતે કોઈ બીજી કંપનીઓની બોલી જ નહોતી લગાવી. ઓલી સરકારના આ નિર્ણયનો દેશભરમાં ભારે વિરોધ અને પ્રદર્શનો થયા હતાં. એવો પણ આરોપ લાગ્યો હતો કે, ઓલી સરકારે ચીનને ખુશ કરવા માટે ચીનની કંપનીને આ કોન્ટ્રાક્ટ આપ્યા છે.

હવે પૂર્વ વડાપ્રધાન ભટ્ટારાઈએ દાવો કર્યો છે કે, ચીની કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં ઓલી અને પ્રચંડ સહિતનાઓએ ૯ અબજ નેપાળી રૂપિયાની લાંચ લીધી હતી. ચીની કંપની પાસેથી વિરોધ પક્ષના નેતા દેઉબાએ પણ લાંચ લીધી હોવાનો પૂર્વ વડાપ્રધાને આરોપ લવાવ્યો છે. તેમના આ આરોપો બાદ નેપાળમાં સનસનાટી મચી જવા પામી છે.

(12:00 am IST)