Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મુસ્લિમ પક્ષના વકીલ ધવને નક્શો ફાડી નાંખતા હોબાળો

ચીફ જસ્ટિસની મરજીથી નક્શાને ફાડી નાંખ્યો : રાજીવ ધવને નક્શાને ફાડી તમામ લોકોમાં ચર્ચા જગાવી

નવીદિલ્હી,તા. ૧૬ : અયોધ્યા મામલામાં ચાલી રહેલી છેલ્લી સુનાવણીના દિવસે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા નક્શો ફાડી નાંખવાને લઇને ભારે હોબાળો મચી ગયો હતો. આને લઇને નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી. લંચ બાદ બીજી વખત સુનાવણી શરૂ થઇ ત્યારે રાજીવ ધવને નક્શાને ફાડી નાંખવાને લઇને કારણ આપ્યા હતા. ધવને કહ્યું હતું કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની ઇચ્છાથી નક્શાને ફાડી નોંખ્યો હતો. આના પર ચીફ જસ્ટિસે પણ સહમતિ દર્શાવી હતી. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટમાં જોરદાર ડ્રામાબાજીની સ્થિતિ રહી હતી. ભારે હોબાળો થયો હતો. અયોધ્યા સાથે સંબંધિત મામલામાં નક્શાને ફાડી નાંખવામાં આવતા નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારબાદ હિન્દુ મહાસભાના વકીલ વિકાસસિંહ સાથે પણ તેમની બોલાચાલી થઇ હતી જેના ઉપર ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરી હતી. સીજેઆઈની મરજીથી નક્શાને ફાડી નાંખવાની વાત ધવને કરી હતી. લંચ બાદ સુનાવણી દરમિયાન ધવને કહ્યું હતું કે, તેઓ કહી ચુક્યા હતા કે, નક્શાને ફાડવા ઇચ્છુ છે. ચીફ જસ્ટિસને તેમની ઇચ્છા જાણવા માટે કહેવામાં આવ્યું હતું.

            આના પર ચીફ જસ્ટિસે સહમતિ દર્શાવી હતી. બીજી બાજુ આજે હિન્દુ મહાસભાના વકીલ વિકાસસિંહે કહ્યું હતું કે, અમે અયોધ્યા રિવિઝિટ પુસ્તક કોર્ટ સમક્ષ રજૂ કરવા ઇચ્છુક છીએ જેને નિવૃત્ત આઈપીએસ ઓફિસર કિશોર કૃણાલે લખ્યું છે. આ પુસ્તકમાં રામ મંદિરના પહેલાના અસ્તિત્વ અંગે વાત કરવામાં આવી છે. ચેપ્ટર ૨૪માં લખવામાં આવ્યું છે કે, જન્મસ્થળના વાયુકોણમાં રસોડાની વ્યવસ્થા હતી. જન્મસ્થાનના દક્ષિણી ભાગે કુવો હતો.

(7:51 pm IST)