Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

જો એક રામ મંદિર સમગ્ર ભારતમાં શાંતિ-સદભાવ લાવી શકે તો મુસ્લિમ નેતાઓએ સુપ્રિમ કોર્ટમાંથી કેસ પરત ખેંચી લેવો જોઇએ : મુસ્લિમ અભિનેતા-પ્રોડ્યુસર કમાલ ખાન

નવી દિલ્હી : જ્યાં એક તરફ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ ભૂમિનો વિવાદને લઇને દેશવાસીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર મંડાઇ છે તો બીજી તરફ બોલીવુડ એક્ટરની રામ મંદિર મામલેની એક ટ્વિટ વાયરલ થઇ રહી છે. આ ટ્વિટ કોઇ રાજનેતા, પુજારી કે મૌલવીની નહીં પરંતુ મુસ્લિમ બોલીવુડ એક્ટરની છે.

બોલીવુડ એક્ટર અને પ્રોડ્યૂસર કમાલ ખાનએ રામ જન્મભૂમિને લઇને પોતાના વિચાર રાખતાં કહ્યું કે, જો એક રામ મંદિર સમગ્ર ભારતમાં શાંતિ અને સદભાવ લાવી શકે છે તો મુસ્લિમ નેતાઓએ સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચી લેવો જોઇએ અને સરકારને તરત અહીં મંદિર બનાવવાની અનુમતી આપી દેવી જોઇએ. એવું મારૂ માનવું છે.

આ ટ્વિટ બાદ તમામ લોકો કેઆરકેની વાહવાહી કરી રહ્યા છે. એમના બધા ફોલોઅર્સ આ ટ્વિટને વાયરલ કરી રહ્યા છે. કારણ કે કમાલ ખાન છાશવારે વિવાદીત નિવેદનો માટે જાણીતા છે પરંતુ આ વખતે કમાલ ખાને શાંતિ માટે કરેલી ટ્વિટથી લોકોના દિલ જીતી લીધા છે.

અહીં નોંધનિય છે કે, અયોધ્યા કેસમાં સુન્ની વકફ બોર્ડે વિવાદીત જમીન પર કબ્જો છોડવા સંબંધી અરજી દાખલ કર્યા બાદ મધ્યસ્થતા પૈનલે સેટલમેન્ટ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટથી અયોધ્યા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. બોર્ડના ચેરમેને કેસ પરત ખેંચવા અંગેનું સોગંધનામું મધ્યસ્થી પેનલના સદસ્ય શ્રીરામ પંચૂને મોકલ્યુ છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે આજે 40 મા દિવસની સુનાવણી કાર્યવાહી ચાલી રહી છે. જોકે સુન્ની વકફ બોર્ડની અપીલ અરજી પરત લેવા મામલે કોર્ટમાં કોઇ ચર્ચા થઇ નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ સ્પષ્ટતા કરી કે સાજે 5 વાગ્યા સુધી ગમે તે સંજોગમાં દલીદ પૂર્ણ કરી દેવાશે. ચીફ જસ્ટિસે અન્ય હસ્તક્ષેપની અનુમતિ આપવાનો ઇન્કાર કર્યો છે.

(4:43 pm IST)