Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

તુર્કીમાં અમેરિકાએ ૫૦ અણુબોંબનો સંઘરો કર્યો છે

તુર્કીની એર્દોગન સરકારના કબ્જામાં આવી ગયેલઃ આ ખતરનાક શસ્ત્રનો ઉપયોગ સિરીયા સામે થવાનો ભય

દશ્મિકઃ સીરિયા ની અંદર કુલ લડવૈયાઓ પર હુમલો કરનાર ટોળકીએ દુનિયા સામે નવો ખતરો ઊભો કર્યો છે તુર્કીમાં લગભગ ૫૦ અમેરિકન પરમાણુ બોમ્બ છે જેનો કબજો એર્દોગન સરકારે લઇ લીધો હોવાની શંકા છે કે અન્ય લોકોનું કહેવું છે કે જેનો ઉપયોગ પર આક્રમણ કરવા માટે થઈ શકે છે તુર્કી નાટકોનું મહત્વનું ભાગીદાર છે

અમેરિકાએ બેલ્જિયમ ,જર્મની ,ઈટલી નેધરલેન્ડ્સ અને તુર્કીમાં ૧૮૦ થી વધારે પરમાણું હથિયારો તહેનાત કરી રાખ્યા છે ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ તુર્કી માટે સ્ટીલ ટેરીફમાં ં વધારો કરી દીધો છે . ટ્રમ્પે તુર્કી  સાથેના ૧૦૦ અબજ ડોલરના સોદા ને પણ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે અમેરિકા તુર્કી ના સંરક્ષણ ગૃહ અને ઉર્જા પ્રધાનને સેકસન લિસ્ટમાં પહેલા જ મૂકી ચૂક્યું છે કે અમેરિકન પ્રતિનિધિ સભા ને પત્ર લખીને તુર્કીના મામલાને કટોકટી પૂર્ણ ગણાવ્યોં છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેસે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનનેે ફોન કરીને ઉત્તર સીરિયા પરના પોતાના હુમલાઓ તાત્કાલિક બંધ કરવાની માગણી કરી છે

અમેરિકન વિદેશ પ્રધાન માઇક પોમ્પીયોએ તુર્કીના હુમલાને વિનાશ કરી અને મુશ્કેલ માનવીએ સંકટને ઉત્પન્ન કરનારું ગણાવ્યું છે . તેઓએ તુર્કીને પોતાને એક તરફી હુમલાઓની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી છે તુર્કી  કુર્દ  લડવૈયાઓની આગેવાની વાળા સીરિયાઇ લોકતાંત્રિક દળોને નિશાન બનાવી રહ્યું છે જે આઈએસને હરાવવાના પાંચ વર્ષના અભિયાનમાં અમેરિકાનું મુખ્ય સહયોગ રહ્યો છે

અમેરિકન રાષ્ટ્રપતિ એ સીધી ચેતવણી આપતા કહ્યું કે તે તુર્કીના પોતાના સમકક્ષ રાષ્ટ્રપતિને તેઓ સ્પષ્ટ જણાવી ચૂક્યા છે કે તેમની કાર્યવાહી એક માનવીય સંકટ ઉત્પન્ન કરી રહી છે અને યુદ્ધ અપરાધી જેવી સ્થિતિ પેદા કરી રહી છે .

ટ્રમ્પે કહ્યુ કે  જો તુર્કીના  નેતાઓએ આ ખતરનાક અને વિનાશક માર્ગે ચાલવાનુ ચાલુ રાખ્યુ તો હું તેની અર્થવ્યવસ્થા તાત્કાલીક બરબાદ કરવા સંપૂર્ણપણે તૈયાર છુ.

(3:52 pm IST)