Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પુત્ર ઉપર છેડતીનો આરોપઃ પિતાએ ફાંસી ખાઈ આત્મહત્યા કરી

ઉત્તરપ્રદેશના મેરઠની ઘટના

મેરઠઃ પુત્ર ઉપર છેડછાડનો આરોપ વૃધ્ધ પિતા સહન ન કરી શકતા ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. પુત્ર વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પિતાએ જાહેર કરેલ કે મારા પુત્રને ફસાવવામાં આવેલ છે. હવે હું જીવીત નહી રહુ. ફાંસી લગાવી આત્મહત્યા કરી લઈશ. ચેતવણીના ૨૪ કલાકમાં જ પિતાએ ઘરમાં ફાંસી લગાવી લીધી હતી.

મેરઠના લાલકુર્તી વિસ્તારના તોપખાનમાં તોતારામ નામના વ્યકિતએ ફાંસી લગાવી હતી. તો તારામના પુત્ર મહેશ વિરૂધ્ધ યુવતિએ છેડછાડનો મામલો નોંધાવ્યો હતો. પિતાના મોત બાદ મહેશે જણાવેલ કે યુવતિએ તેના પર ખોટો આરોપ લગાવ્યો હતો. યુવતિના પરિવાજનો પણ મારા પિતાને ધમકી દેતા અને મને પણ મારી નાખવાની ધમકી આપતા.

(3:51 pm IST)