Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

માલિકનો અવાજ સાંભળીને ચાલુ થાય એવી અને સાથે એટીએમ મશીન ધરાવતી બાઇક

બરૈલી,તા.૧૬:ઉત્ત્।ર પ્રદેશના બરેલીમાં મોહમ્મદ સઈદ નામના કાકાએ પોતાની બાઇકને અનોખી સુવિધાઓથી મોડિફાય કરી છે. આ બાઇકનું નામ પણ તેમણે રાખ્યું છે ટારઝન. આ બાઇક મોહમ્મદ સઈદનો અવાજ સાંભળીને સ્ટાર્ટ થાય છે. એ બાઈકમાં નાનકડું એટીએમ મશીન પણ છે જે માલિકનો અવાજ સાંભળીને પાંચ રૂપિયાનો સિક્કા કાઢે છે. યુટ્યુબ યુઝર હની સકસેનાએ આ બાઇકનો વિડિયો શૈર કર્યો છે જે હાલમાં ફેસબુક, વાઙ્ખટ્સએપ અને ટિવિટર પર વાઇરલ છે. ૭૦ વર્ષના મોહમ્મદ સઈદ આ વિડિયોમાં પોતાની વન્ડરબાઇક ટારઝન કેવાં કામો અવાજથી કરી લે છે એનો ડેમો દેખાડતા નજરે પડે છે. કાકા પોતે ઇલેકિટ્રશ્યન અને સ્ટન્ટમેન છે.

(3:50 pm IST)