Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

6 ડિસેમ્બરથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કામ શરૂ થશે : સુપ્રીમકોર્ટના ચુકાદા પહેલા સાંસદ સાક્ષી મહારાજે કર્યો દાવો

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ

નવી દિલ્હી : અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન ભાજપના સાસંદ સાક્ષી મહારાજે દાવો કર્યો કે, 6 ડિસેમ્બરથી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરૂ થવાનું છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન રામના મંદિર માટે હવે વધારે રાહ જોવી નહીં પડે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થવાનું છે.

   સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણીનો આજે 40મો અને અંતિમ દિવસ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે જ આ કેસની સુનાવણી આજે પૂર્ણ થવાની આશા દર્શાવી હતી. સીજેઆઇ ગોગોઇએ સંકેત આપ્યો છે કે આજે લંચબ્રેક બાદ મોલ્ડિંગ ઓફ રિલીફ પર ચર્ચા થઇ જશે. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો સમય પણ નક્કી કરી દીધો છે . મુસ્લિમ પક્ષના વકીલને એક કલાક અને હિન્દૂ પક્ષના વકીલને 45 મિનિટ મળશે. જ્યારે કે ચારેય અન્ય પક્ષકારોને 45-45 મિનિટનો સમય ફાળવાયો છે. આ પહેલા મંગળવારે હિન્દૂ પક્ષ દ્વારા પોતાની દલીલ રજૂ કરાઇ હતી.

(12:59 pm IST)