Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

HDIL ની ચાર્ટર ફલાઇટ્સની મોજ માણનાર બોલીવુડ-પોલીટીકસના મહાનુભાવોને ઇડીનું તેડુ

એચડીઆઇએલની (રીયલ એસ્ટેટ કંપની-હાઉસીંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર લી. મુંબઇ) ચાર્ટર ફલાઇટમાં પૂર્વ ઉડયન પ્રધાન પ્રફુલ પટેલે પ્રવાસ ખેડેલઃ સંખ્યાબંધ જાણીતા રાજકારણીઓ અને બોલીવુડ કલાકારોને ''એચડીઆઇએલ''ની ચાર્ટર ફલાઇટની મોજ માણવા સબબ ''ઇડી'' દ્વારા ટુંક સમયમાં તેડુ (સમન્સ) મોકલાશે. આ કંપનીની વેલ્યુ ૧૫ હજાર કરોડ આસપાસની ગણાય છે. તેની જવાબદારીઓ અને મીલકતોની વિગતો હવે પછી જાહેર થવા સંભાવના છે  મુંબઇ અને આસપાસ આ કંપની ૮૦ જેટલી પ્રોપર્ટી માટે કામ કરી રહી છે.  એનસીપીના નેતા અને દેશના પૂર્વ ઉડયન મંત્રી પ્રફુલ પટેલે એચડીઆઇએલના ખાનગી જેટનો વારંવાર ઉપયોગ કર્યાનો વિસ્ફોટ રિપબ્લીક ટીવીએ કર્યો છે. એચડીઆઇએલના પ્રમોટરો રાકેશ અને સારંગ વાધવાન છે. પ્રફુલ પટેલ સાથેની તેમની લીન્ક હોવાનો વિસ્ફોટ પણ થયો છે. આ બંને હાલના પંજાબ, મહારાષ્ટ્ર કોમર્શીયલ બેન્કમાં ખરડાયેલા છે. વાધવાનના ખાનગી જેટ વિમાનની ડીટેઇલ અત્યારે ઇડીના કબ્જામાં તપાસ હેઠળ છે. પીએમસી બેંક કૌભાંડમાં વાધવાન બંધુઓ હાલમાં જેલમાં છે. પ્રફુલ પટેલ અને તેમના પત્નિ વર્ષા પટેલે આ ખાનગી જેટનો સંખ્યાબંધ ટુરમાં ઉપયોગ કર્યાંનું પણ ખુલ્યું છે. ઇડીએ આ પ્લેન પણ જપ્ત કર્યું છે.(ન્યુઝ ફસ્ટનો હેવાલ)

(11:39 am IST)