Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

આ નાણાકીય વર્ષમાં RBIએ ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ નથી છાપી, RTIમાં ખુલાસો

વિતેલા ત્રણ વર્ષ દરમિયાન ૫૦ કરોડથી વધારે નકલી ચલણ જપ્ત કરવામાં આવ્યુ હતું: સરકાર

નવી દિલ્હી, તા.૧૬: ભારતીય રિઝર્વ બેન્કે ૨ હજાર રુપિયાની નોટો છાપવાનું બંધ કરી દીધું છે. આ ખુલાસો થયો છે એક RTI દ્વારા, જેમાં RBIએ જવાબ આપતા આ માહિતી આપી હતી. RBIએ આ નાણાકીય વર્ષમાં ૨૦૦૦ રુપિયાની એકપણ નોટ છાપી નથી.

ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૧૬માં સરકારે કાળા નાણા પર અંકુશ લગાવવા માટે ફેક કરન્સીને ચલણમાંથી હટાવવા માટે ૫૦૦ અને ૧૦૦૦દ્ગક નોટો બંધ કરી દીધી હતી. જે પછી સરકારે ૨૦૦૦ અને ૫૦૦ની નવી નોટો બહાર પાડી હતી.

 આ સિવાય RTI સામે RBIએ જવાબમાં જાણકારી આપી હતી કે, ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષ દરમિયાન ૨૦૦૦ રુપિયાના ૩,૫૪૨.૯૯૧ મિલિયન નોટ છાપવામાં આવ્યા હતા. બીજા વર્ષે ૧૧૧.૫૦૭ મિલિયન નોટ ઓછી થઇ અને ૨૦૧૮-૧૯માં બેન્કે ૪૬.૬૯૦ મિલિયન નોટ છાપી. નિષ્ણાંતો મુજબ મોટી નોટોને હટાવવું એ કાળા નાણા પર નિયત્રંણનો એક યોગ્ય ઉપાય છે. જેના કારણે કાળા નાણાની લેવડ-દેવડ કરવી મુશ્કેલ બને છે.

જો કે અધિકારીઓ મુજબ ૨૦૦૦ રુપિયાની નોટોનું વધારે પડતા સકર્યુલેશન થવાથી સરકારના લક્ષ્યને નુકસાન પહોંચી શકે છે, કારણ કે દાણચોરી અને અન્ય અપરાધિક ઉદેશ્યો માટે તેનો ઉપયોગ કરવો સરળ હતું. આંધ્ર પ્રદેશ અને તમિલનાડૂ બોર્ડર પરથી ૨૦૦૦ રુપિયાના નોટોનું છ કરોડ રુપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

RTIમાં  RBIના ખુલાસાથી ખુલાસો થયો હતો કે દેશમાં ૨૦૦૦ રુપિયાની નોટનું ચલણ ઘટયું છે. માર્ચ ૨૦૧૮ના પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૩,૩૬૩ મિલિયન હાઇ વેલ્યુ નોટોનું સકર્યુલેશન હતું, જો કુલ સકર્યુલેશ વોલ્યુમનું ૩.૩ ટકા હતું. પરંતુ નાણાકીય વર્ષ ૨૦૧૯માં આ પ્રમાણ ઘટીને ૩,૨૯૧ મિલિયન થયું. 

આ ખુલાસો એવા સમયે થયો છે જયાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દાવો કર્યો હતો કે ભારતમાં બિલ્કુલ અસલી નોટો જેવી જ નકલી નોટો ફરી રહી છે. NIA મુજબ ભારતમાં નકલી નોટોનો મુખ્ય સ્ત્રોત પાકિસ્તાન છે. આ પહેલા સરકારે જૂનમાં જાણકારી આપી હતી કે, વિતેલા ત્રણ વર્ષ દરમિયાન ૫૦ કરોડ રુપિયાથી વધારેની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી

(10:07 am IST)