Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝ અને રંગમંચના કલાકારો સાથે કરી સૌજન્‍ય મુલાકાત

ફિલ્‍મ અને રંગમંચને આવશ્‍યક પ્‍લેટફોર્મ પુરૂ પાડવા સરકાર કટીબધ્‍ધ

 

 મુંબઈ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ મુંબઇ ઇરલા ખાતે ગુજરાતી ફિલ્ ઇન્ડસ્ટ્રીઝ અને રંગમચના કલાકારો સાથે સૌજન્ મુલાકાત કરી, ગુજરાતીઓના ગૌરવસમા ફિલ્ અને રંગમંચને આવશ્યક પ્લેટફોર્મ પુરૂ પાડવા સરકાર કટીબધ્ હોવાનું જણાવ્યું હતું

 મુંબઇની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ પ્રતિબધ્ધતા સાથે જણાવ્યું હતું કે, ગુજરાત એક એવું રાજય છે, જે દરેક ક્ષેત્રમાં પ્રોત્સાહક બન્યું છે, ત્યારે ગુજરાતી ફિલ્-રંગમંચને વેગ મળે તે માટે પ્રોત્સાહન પુરૂ પાડી, પ્રેરકબળ આપશે

  મુખ્યમંત્રીએ મુંબઇ સ્થિત મનોજ જોષી, સરિતા જોષી, સરમન જોષી, સુજાતા મહેતા, ર્ડા.ધૃવીન કોઠારી, સહિતના કલાકારો સાથે સૌજન્ મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુંબઇને ગુજરાતીઓએ કર્મભુમિ બનાવી છે, ત્યારે ચુંટણીનું મહાપર્વમાં ઋણ અદા કરવાનો અવસર આવ્યો છે, ત્યારે ગુજરાતીઓ પાછી પાની કરશે નહી. ગુજરાત અને મહારાષ્ટ્ર ભાઇઓ છે. મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે જનહિતના મહત્વના નિર્ણયો કર્યા છે. ત્યારે આપણે સૌ વિકાસયાત્રામાં મતદાનના પવિત્ર અવસરમાં ભાગીદાર બનીએ

ગુજરાતના કલાકારોનું હુન્નર વિકસે તે માટે કલા મહાકુંભનું આયોજન રાજય સરકાર કરશે તેમ, પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

(11:51 pm IST)