Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નીતિશ કુમારે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત : કિશોરને બનાવ્યા JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

નવી દિલ્હી :ચૂંટણી વ્યૂહરચનાકારના નામખી જાણીતા પ્રશાંત કિશોરને બિહારના મુખ્યમંત્રી અને JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. હાલમાં જ પ્રશાંત કિશોરે જેડીયૂનો હાથ પકડ્યો હતો. સીએમ નીતીશ કુમારે તેમને પાર્ટીના સભ્ય બનાવ્યા હતા. પ્રશાંત કિશોરે જેડીયૂ જોઇન્ટ કર્યા બાદથી જાણવા મળી રહ્યું હતું કે તેમને કોઇ મોટા પદ આપવામાં આવી શકે છે.

(8:13 pm IST)
  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • સોમાલીયાના બેડોઆ શહેરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટઃ ૧૬ લોકોના મોત : ૫૦ ઘાયલ : સોમાલીયાના બેડોઆ શહેરમાં શનિવારે બે આતંકવાદીઓએ એક રેસ્ટોરા અને હોટલમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરતા ૧૬ લોકોના મોત નિપજયા છે. જયારે ૫૦ લોકો ઘાયલ થયા છે. આત્મઘાતી હુમલાવાર શહેરના ભીડવાળા વિસ્તારમાંં ઘુસી આવ્યા હતા અને પોતાની જાતને ઉડાવી દીધી હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન અલ-શબાએ લીધી છે access_time 3:31 pm IST

  • ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે: સવારની જગ્યાએ સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે : અછતગ્રસ્ત તાલુકાઓ અંગે નિર્ણય થવાની શક્યતા access_time 1:00 am IST