Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ભારતના મધ્ય પ્રદેશનું ઇન્દોર : વિજયા દશમીના દિવસે રાવણનું દહન કરવાને બદલે પૂજા કરશે : મંદોદરીના પિયર ગણાતા આ શહેરમાં “ જય લંકેશ મિત્ર મંડળ” વિજયા દશમીનો દિવસ રાવણ મોક્ષ દિવસ તરીકે ઉજવશે

ઇન્દોર : સમગ્ર ભારત તથા વિશ્વના ઘણા દેશોમાં વિજયા દશમીનો દિવસ રાવણ દહન દિવસ તરીકે ઉજવાય છે.પરંતુ ભારતના મધ્ય પ્રદેશમાં આવેલા ઇન્દોર શહેરમાં છેલ્લા 50 વર્ષથી આ દિવસ રાવણ મોક્ષ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તેનું કારણ એ છે કે આ શહેરને રાવણની પત્ની મંદોદરીનું પિયર ગણવામાં આવે છે.અહીંયા રાવણનું મંદિર પણ છે.એટલુંજ નહીં તેની પૂજા પણ થાય છે.રાવણ શિવ ભક્ત હતો તેથી અહીંના " જય લંકેશ મિત્ર મંડળ " દ્વારા વિજયા દશમીનો દિવસ રાવણ મોક્ષ દિવસ તરીકે ઉજવાય છે.અને રાવણનું પૂતળું નહીં બાળવાની વિનંતી કરાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:46 pm IST)