Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

'મી-ટુ'ની ધણેણાટી શરૃઃ એમ.જે.અકબરે પ્રિયા ઉપર કરેલા કેસની સુનાવણીઃ ૯૭ વકીલોની ફોજ

દોઢ ડઝન મહિલાઓએ અકબર વિરૂદ્ધ જાતીય સતામણીના આક્ષેપો ફટકાર્યા છે! અકબર કહે છે બધુ મનઘડંત

નવી દિલ્હી તા.૧૬: ''મીટુ'' અભિયાન હેઠળ રોજ કોઇને કોઇ મોટા માથાના નામ સામે આવી રહયા છે. કેન્દ્રીય પ્રધાન એમ.જે. અકબર અને અભિનેતા આલોકનાથ પોતાના પર લાગેલા આરોપો સામે લડવા કોર્ટમાં જઇને માનહાનીનો કેસ દાખલ કર્યો છે.

એમ.જે.અકબરના કેસની સુનાવણી આજે એટલે કે મંગળવારે થઇ શકે છે. એમ.જે. અકબરે પ્રિયા રમાણી સામે ગુન્હાહિત માનહાનીનો કેસ કર્યો છે. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં પ્રિયા રમાણી વિરૂદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ કેસ દાખલ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયા રમાણી સહિત દોઢ ડઝન મહિલાઓએ એમ.જે.અકબર પર યોેન ઉત્પીડનનો આક્ષેપ કર્યો છે. જો કે વિદેશ રાજય પ્રધાન અકબરે તેને રદીયો આપતા કહયું કે આ બધુ ખોટુ અને મનઘડંત છે.

અકબરે આક્ષેપ કરતા કહયું કે રમાણી એ સંપુર્ણ ખોટા અને હલકટ બયાન દ્વારા જાણી જોઇને, સમજી વિચારીને, સ્વેૈચ્છાથી અને દુર્ભાવનાથી તેમને બદનામ કર્યા છે, જેના લીધે રાજકારણ, મીડિયા, મિત્રો, પરિવાર, સાથી કર્મચારીઓ અને સમાજમાં વ્યાપક રીતે તેમના માન અને પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.

દરમ્યાન સોશ્યલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં કહેવાઇ રહયું છે કે પ્રિયા રમાણી વિરૂદ્ધ અકબર ૯૭ વકીલ ઉતારશે. દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટમાં ૧૫ ઓકટોબરે અપોલા ''ગુનાહીત માનહાની કેસના'' વકીલનામામાં એમ.જે. અકબરના વકીલે લખ્યું છે કે આ કેસમાં એમ.જે. અકબર તરફથી ૯૭ વકીલો નિયુકત કરાયા છે.

ત્યાર પછી કેટલાય લોકો પ્રિયા રમાણીના પક્ષમાં ઉભા થઇ ગયા અને અકબર પર નિશાન તાકયું છે વરિષ્ઠ પત્રકાર મૃણાલ પાંડેએ ટવીટ કરીને કહયું, ''પ્રિયા રમાણીની વિરૂદ્ધ એમ.જે.અકબર, તેના ૯૭ વકીલ અને તેમાં બીજા ૫૬ને ઉમેરો તો પણ તે સવા કરોડથી ઘણા ઓછા છે.''

જયારે પત્રકાર પ્રિયા રમાણીએ કહયું કે અકબર ધમકી અને ઉત્પીડન દ્વારા મારો અવાજ બંધ કરવાની કોશીષ કરી રહયા છે. તેમે કહયું, '' હું બહુ નિરાશ છું કે કેન્દ્રીય પ્રધાને ઘણી બધી મહિલાઓ દ્વારા મુકાયેલા આરોપોને રાજકીય ષડયંત્ર ગણાવીને તેને રદ્દ કરી દીધા. મારી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરીને અકબરે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.''

ઉલ્લેખનીય છે કે રમાણીએ અકબર પર યોૈન ઉત્પીડનનો આક્ષેપ કર્યો છે. અકબર પર ''મીટુ'' અભિયાન દ્વારા યોૈન ઉત્પીડનનો આક્ષેપ કરનારી કેટલીક મહિલાઓમાં પ્રિયા રમાણી પણ શામેલ છે. આ મહિલાઓનો આક્ષેપ છે કે ધ એશિયન એજ અને બીજા પ્રકાશનોના સંપાદકની હેસીયતથી અકબરે તેમનંુ યોૈન ઉત્પીડન કર્યું હતું.(

(3:41 pm IST)