Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

દારૂ પીતા પકડાયેલા લોકોને હવે આવી સજા આપી રહી છે કોર્ટ

કોર્ટે તેને કોર્ટરૂમમાં એક દિવસ કોર્ટ રૂમમાં બેસી રહેવાની સજા સંભળાવી છે અને ૧,૫૦૦ રૂપિયાનો આર્થિક દંડ ફટકાર્યો છે : કોર્ટનું આમ કરવા પાછળનું કારણ એ છે કે, આરોપીને પસ્તાવો થયો છે અને તેણે પોતાની ભૂલ કબૂલી લીધી છે

અમદાવાદ તા. ૧૬ : ત્રણ વર્ષ પહેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવને કેસમાં પોલીસના હાથે ઝડપાયા હતો. છેલ્લા છ મહિનાથી તેઓ જેલવાસ ભોગવતો હતો, પરંતુ, કોર્ટે હવે તેને આ સજામાંથી રાહત આપી છે. કોર્ટે તેને કોર્ટરૂમમાં એક દિવસ કોર્ટરૂમમાં બેસી રહેવાની સજા સંભળાવી છે અને ૧,૫૦૦ રૂપિયાનો આર્થિક દંડ ફટકાર્યો છે. કોર્ટેનું આમ કરવા પાછળનું કારણ એ છે કે, આરોપીને પસ્તાવો થયો છે અને તેણે પોતાની ભૂલ કબૂલી લીધી છે.

દારૂના નશામાં ગાડી ચલાવીને ડ્રાય સ્ટેટ ગુજરાતમાં પ્રતિબંધિત વસ્તુનું સેવન કરી તેણે નિયમનો ભંગ કર્યો હતો. પરમારે કોર્ટને વચન આપ્યું હતું કે, તે હવે પછી કયારે દારૂને હાથ નહીં લગાવે, દારૂ નહીં પીવે અને નશામાં કયારેય વાહન નહીં ચલાવે. મેટ્રોપોલીટન કોર્ટે આદેશ કર્યો હતો કે, જયાં સુધી કોર્ટની તમામ કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી એક દિવસ તે કોર્ટમાં બેસી રહેશે અને ૧,૫૦૦ રૂપિયા દંડ ભરશે. આવું એટલા માટે કારણ કે પરમારને તેના ગુનાનો અહેસાસ થયો છે.

આ અંગે તેણે પોતાની વાત રજૂ કરી હતી અને કોર્ટે નરમ વલણ દાખવ્યું હતું. જો તેને સળિયા પાછળ મોકલવામાં આવે તે તેમનો વધુ આર્થિક ભીસમાં આવી જાય એમ હતો. કોર્ટે ગુનેગારની વાતને ગંભીરતાથી લઈને નરમ વલણ અપનાવ્યું છે તથા સજા હળવી કરવાની વાત માની છે. આવું એટલા માટે કારણ કે ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે, કેટલાક અનિર્ણિત કેસનો નિકાલ કરવામાં આવે છે અને અનિર્ણિત કેસની ઝડપથી પ્રક્રિયા કરી આવા કેસની સંખ્યા ઘટાડવામાં આવે.

કોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટ કેટલાક સમયથી અનિર્ણિત રહેતા કેસનો નિકાલ કરવામાં પ્રયત્નશીલ છે, આ માટે એક પરિપત્ર પણ કોર્ટના સંદર્ભમાં જાહેર કરવામાં આવ્યો હતો. અનિર્ણિત કેસથી કોર્ટકાર્યનો ભાર વધે છે અને લાંબા સમય સુધી ગુનેગારને સજા મળતી નથી. હાર્દિક રમેશભાઈના કેસમાં પણ આવું થયુ હતું. જયારે કોર્ટે તેને એક દિવસ કોર્ટમાં બેસી રહેવાનું કહ્યું. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેને જેલવાસ કરવો યોગ્ય નથી. તેને પણ કોર્ટ સમક્ષ પોતાની ભૂલ કબૂલી હતી અને સજા હળવી કરવા માટે કોર્ટને અપીલ કરી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે, સત્તાનો સંપૂર્ણ ઉપયોગ કરવો યોગ્ય નથી કેટલીક બાબતોમાં ટેકનિકલ વિચારીને નિર્ણય કરવો પડે. આ સિવાય પણ ગંભીરસિંહ વધ્રોલાનો કેસ વર્ષ ૨૦૦૭થી અનિર્ણિત હતો. તેમના ઉપર પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના ચાર્જિસ હતા. તેમણે પણ પોતાની ભૂલનો અહેસાસ થતા કોર્ટ પાસે કબૂલાત કરી સજા હળવી કરવા માગ કરી હતી. બીજા પણ કેટલાક શરાબીઓ છે જેણે કોર્ટે આર્થિક દંડ ફટકાર્યા છે અને કોર્ટમાં એક દિવસ જયાં સુધી કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી બેસી રહેવાની સજા સંભળાવી છે.(૨૧.૧૧)

(11:39 am IST)