Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ભાજપના ઘણા સાંસદ અને ધારાસભ્યો મારા સંપર્કમાં ; અખિલેશ યાદવનો ધડાકો :શિવપાલના પક્ષને ભાજપની બે ટીમ ગણાવી

 

લખનૌ :લોકસભા ચૂંટણીને કેટલાક મહિના બાકી છે ત્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક નિવેદનથી ભાજપ પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કર્યો છે.અખિલેશનું કહેવું છે કે ભાજપના ઘણા સાંસદ અને ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

  અખિલેશએ પોતાના કાકા શિવપાલ યાદવ પર કટાક્ષ કરતા તેમને ભાજપની બી ટીમ ગણાવ્યા.હતા અલ્હાબાદનું નામ બદલવાના મુદ્દે પણ અખિલેશે યોગી સરકારને નિશાને લીધી. અને કહ્યું કે ભાજપે કુંભ અને અલ્હાબાદનું નામ બદલી નાંખ્યું. અર્ધકુંભને કુંભ કહીને ભાજપવાળા દગો આપી રહ્યા છે.

 

(12:00 am IST)